GSTV
Home » News » બિગ બોસ-૧૩માં થયા મોટા ફેરફારો, જાણો શું હશે નવુ

બિગ બોસ-૧૩માં થયા મોટા ફેરફારો, જાણો શું હશે નવુ

બિગ બોસનુ 12મું સીજન TRPમાં કઈ ખાસ આગળ ન હતી. સેલેબ્રિટી અને કોમનર્સની થીમ પર બેસ્ટ શોના કન્ટેસ્ટન્ટ દર્શકોને એન્ટરટેન કરવામાં ફેલ રહ્યાં હતા. કેટલાંક સેલેબ્રિટી એવા પણ આવ્યા કે જેઓએ શોને મસાલો આપ્યો ન હતો. તેથી આ વખતે મેકર્સ કન્ટેસ્ટન્ટને વીણી વીણીને લઈ રહ્યાં છે. બીગ બોસ 13માં દર્શકોને ખુબ જ બદલાવો જોવા મળશે.

બીગ બોસ 13ની લોકેશનમાં તો બદલાવ થઈ રહ્યો છે. બિગ બોસનો સેટ લોનાવાલાથી ગોરેગાંવ શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. માહિતી એવી પણ મળી છે કે આ વખતે શોમાં કોમનર્સને એન્ટ્રી નહીં મળે. મળતી માહિતી મુજબ મેકર્સે નિર્ણય લીધો છે કે 13માં સીજનમાં કોમનર્સનો કોન્સેપ્ટ છોડી દેવામાં આવશે. તેની કોઈ પણ પ્રકારના ન્યુઝની આધિકારીક પુષ્ટિ થઈ નથી.

આ નિર્ણય ગયા વર્ષે બીગ બોસ 12 ફ્લોપ થયા પછી લોવામાં આવ્યો છે. સીજન 12માં કોમનર્સ કન્ટેસ્ટન્ટના સીલેક્શન પર ઘણા સવાલો ઉઠ્યા હતા. આ કોન્સેપ્ટ સીજન 10થી ચાલુ છે ત્યારે મનુ પંજાબી અને મનવીર ગુર્જર કોમનર કન્ટેસ્ટન્ટ હતા.

બિગબોસમાં સેલિબ્રિટી અને સામાન્ય લોકોની થીમ શરૂઆતથી જ લોકોને ગમતી હતી પણ કેટલીય વખત સામાન્ય કક્ષાના સ્પર્ધકો એટલા ઉગ્ર જોવા મળયા હતા કે તેને સંભાળવાનું સલમાન ખાન માટે મુશ્કેલ બનતું હતું.તેમાં પ્રિયંકા જગ્ગા, સ્વામી ઓમ જેવા સ્પર્ધકોનો સમાવેશ થાય છે. કેટલીય વખત એવું બનતું કે સામાન્ય લોકો સેલિબ્રિટી પર ભારે પડયા હતા. જો કે આ સીઝન ૧૩ તુરત જ ચાલુ થવાની છે ત્યારે તમને એ બતાવીએ કે ગત સીઝન ટીવીની વહુ દીપીકા લકકડ ઇબ્રાહીમ જીતી હતી, તો શ્રીસંત પ્રથમ રનર્સ અપ બન્યા હતા.

READ ALSO

Related posts

બે મહિનાની બાળકીનું થયું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, તસવીરો જોશો તો આંખો થશે ભીની..

pratik shah

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

Nilesh Jethva

પાકિસ્તાનથી મોકલવામાં આવી રહ્યાં છે કોન બનેગા કરોડપતિના નામ પર મેસેજ, રહોં સાવધાન

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!