GSTV
Gujarat Government Advertisement

જો તમારું ખાતું પણ વિજ્યા અને દેના બેંકમાં છે તો પહેલાં જરૂરથી વાંચી લો આ સમાચાર, નહી તો મુશ્કેલીમાં મુકાઈ જશો.

Last Updated on January 11, 2021 by Mansi Patel

જો તમારું બેંક એકાઉન્ટ વિજયા બેંક અને દેના બેંકમાં છે તો આ સમાચાર તમારા માટે ખાસ છે. હા… આ બંને બેંકોના IFSC કોડ 1 માર્ચથી બદલાવા જઈ રહ્યા છે. જો તમને યાદ હોય, તો આ બેંકોને બેંક ઓફ બરોડામાં મર્જ કરવામાં આવી છે.

જો તમારું ખાતું આ બેંકોમાં છે, તો એકાઉન્ટ નંબર, પાસબુક અને ચેકમાં ફેરફાર પણ બેંક કરવાનું કામ કરશે. IFSC કોડના ફેરફારથી લગભગ ત્રણ લાખ ખાતાધારકોને અસર થશે. જો કે, તમારે તાત્કાલિક ચિંતા કરવાની જરૂર નથી. હવે, આ શાખાઓના IFSC કોડનો ઉપયોગ ફેબ્રુઆરીના અંતિમ દિવસ સુધી થઈ શકે છે. બેંકે આ બાબતે દરેક ગ્રાહકોને માહિતી આપી છે. બેંક દ્વારા એસએમએસ ગ્રાહકોને મોકલવાનું કામ કરવામાં આવ્યું છે.

બેંક ઓફ બરોડામાં વિલય

અહીં તમને જણાવી દઈએ કે, વિજયા બેંક અને દેના બેંકનું થોડા મહિના પહેલા જ બેંક ઓફ બરોડામાં વિલય કરવામાં આવ્યુ છે. ગોરખપુર ક્ષેત્રની વાત કરીએ તો સાત જિલ્લાઓમાં આ બેંકોની લગભગ 17 શાખાઓ છે જ્યાં સેંકડો લોકોના ખાતા છે. આ શાખાઓમાં ફિનાયકલ -7 નામનાં સોફ્ટવેર પર કામ થાય છે. બેંક ઓફ બરોડાના મર્જર બાદ આ બેંકોમાં ફિનાયકલ-10 પર કામ શરૂ થવા લાગશે.

મેસેજ દ્વારા માહિતી: બેંક ઓફ બરોડાના અધિકારીઓ વિજયા અને દેના બેંકની શાખાઓના IFSC કોડમાં ફેરફાર કરવામાં જોરશોરથી રોકાયેલા છે. બેંકે આ શાખાઓના તમામ ખાતા ધારકોને SMSથી માહિતી પણ મોકલી છે. ઘણા ખાતાધારકો પાસે આ માહિતી હોય છે પરંતુ કેટલાક ખાતાધારકો એવા પણ છે જે મોબાઈલમાં મેસેજીસ પર ધ્યાન આપતા નથી. આવા ગ્રાહકોને ફેબ્રુઆરી પછી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

28 ફેબ્રુઆરી સુધી કામ કરે જૂના IFSC કોડ

બેંક ઓફ બરોડા તરફથી કહેવામાં આવ્યુ છે કે, બેંક ઓફ બરોડાના જુદા જુદા જિલ્લામાં સ્થિત વિજયા અને દેના બેંકની શાખાઓના આઈએફએસસી કોડ એક માર્ચથી બદલાઈ જશે. આ શાખાઓના ખાતા ધારકોને તેમની ચુકવણી કરતી સંસ્થાઓને નવા IFSC કોડ વિશે માહિતી આપવાની રહેશે. જો તેઓ તેમ ન કરે તો તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જૂના IFSC કોડ ફેબ્રુઆરીના અંતિમ દિવસ સુધી એટલે કે 28 ફેબ્રુઆરી સુધી કાર્ય કરશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બનાસકાંઠા: પાણી માટે ઝઝૂમી રહેલા લોકોએ જૂના કુવા રિચાર્જ કરવાનું શરૂ કર્યું, નરેગામાં સમાવેશ કરવાની ખેડૂતોએ માંગ કરી

Pravin Makwana

મલયાલમ અભિનેત્રીનો ફોટો લગાવીને પાસ કરી STET એક્ઝામ, રિઝલ્ટ વાયરલ થયું તો થઇ કાર્યવાહી

Pritesh Mehta

સાચવજો/ સમાજની બેઠકોમાં મનફાવે તેવા નિર્ણયો લેતા હો તો ચેતજો, હાઈકોર્ટ બગડી આપ્યા આ નિર્દેશો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!