જો બનાસકાંઠામાંથી તમારા વાહનની ચોરી થઈ છે તો એક વખત ત્યાં જઈને આવો, કારણ કે…

બનાસકાંઠા જિલ્લા એલસીબીએ વાહન ચોરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે. પોલીસ પકડમાં આવેલા આ શખ્સો ગુજરાત જ નહી પરંતુ મહારાષ્ટ્રમાંથી વાહનની ચોરી કરતા હતા. ચોરી કરેલા વાહનોના એન્જિન અને ચેચીસ નંબર બદલી ગાડીનું વેચાણ કરતા હતા. પોલીસે બાતમીના આધારે વાવના ટડાવ ગામે ભુરા રાજપુત નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં ચોરીનું કૌભાંડ રાજસ્થાન સુધી ફેલાયેલું હોવાનો ખુલાસો થયો છે. પોલીસે ત્રણેય શખ્સો પાસેથી 20 ગાડી સહિત એક કરોડથી વધુનો મુદામાલ કબ્જે કર્યો છે. ત્યારે ચોરીના કૌભાંડ મામલે મુખ્ય સૂત્રધાર તેજાજી રાજપુત હજી ફરાર છે. જેને શોધવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT