GSTV
Home » News » જો તમારી સોસાયટી આ પાંચ માપદંડ પુરા કરશે તો મળશે 100 ટકા સુધીની વેરામાં રાહત

જો તમારી સોસાયટી આ પાંચ માપદંડ પુરા કરશે તો મળશે 100 ટકા સુધીની વેરામાં રાહત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2020-21ના જાહેર કરવામાં આવેલા ડ્રફાટ બજેટમાં એક જોગવાઇ સ્માર્ટ સોસાયટીની કરવામાં આવી છે. સ્માર્ટ સોસાયટીની જાહેર કરવા માટે પાંચ માપદંડ રાખવામાં આવ્યાં છે.. જે સોસાયટી નક્કી કરેલા માપદંડ પૂર્ણ કરે તો તેને સ્માર્ટ સોસાયટી જાહેર કરવામાં આવશે. આવી સોસાયટીને વેરામાં 100 ટકા સુધીની રાહત આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. દરેક માપદંડ માટે સ્ટાર રેટિંગ કરાશે. જો સોસાયટી ત્રણ કે ચાર સ્ટાર મેળવશે તો પણ તેને ઓછા-વત્તા અંશે લાભ આપવામાં આવશે.

સ્માર્ટ સોસાયટીના ફાયદા

  • સ્માર્ટ સોસાયટીની જાહેર કરવા માટે પાંચ માપદંડ રાખવામાં આવ્યાં
  • જે સોસાયટી નક્કી કરેલા માપદંડ પૂર્ણ કરે તો તેને સ્માર્ટ સોસાયટી જાહેર કરાશે
  • સ્માર્ટ સોસાયટીને વેરામાં ૧૦૦ ટકા સુધીની રાહત આપવાની જાહેરાત
  • જો સોસાયટી ત્રણ કે ચાર સ્ટાર મેળવશે તો પણ તેને ઓછા-વત્તા અંશે અપાશે લાભ

સ્માર્ટ સોસાયટી માટે રાખવામાં આવેલા પાંચ માપદંડ પર નજર કરી એ તો ઘન કચરાનો નિકાલ કરવા માટેની વ્યવસ્થા, પ્રવાહી કચરાના નિકાલ માટેની વ્યવસ્થા, સૌર ઉર્જાનો ઉપયોગ સાથે ઉર્જાની બચત, વરસાદી પાણીના સંગ્રહ સાથે પાણીની બચત અને વૃક્ષારોપણ સાથે પર્યાવરણના જતન માટેના પગલા લીધા હોવા જોઈએ. જે સોસાયટી કચરાના નિકાલ માટે કાર્ય કરવા તૈયાર હશે તેને 5 લાખ રૂપિયા સુધીનુ ઓર્ગેનીક વેસ્ટ કન્વર્ટર મશીન આપવામાં આવશે. આમ સ્માર્ટ સિટીની સોસાયટીઓને સ્માર્ટ બનાવાની વાત બજેટમાં કરવામા આવી છે.

સ્માર્ટ સોસાયટીના માપદંડ

  • ઘન કચરાનો નિકાલ કરવા માટેની વ્યવસ્થા
  • પ્રવાહી કચરાના નિકાલ માટેની વ્યવસ્થા
  • સૌર ઉર્જાનો ઉપયોગ સાથે ઉર્જાની બચત
  • વરસાદી પાણીના સંગ્રહ સાથે પાણીની બચત
  • વૃક્ષારોપણ સાથે પર્યાવરણના જતન માટેના પગલા

READ ALSO

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!