ઈસ્યોરન્સ પોલિસી લોકોને ઘણી કામ આવે છે અને અલગ અલગ અવસરે તે લેવામાં આવે છે. ઈસ્યોરન્સ પોલિસી લોકોની આર્થિક મૂશ્કેલીના સમયમાં સમસ્યાઓ દૂર કરે છે. દરેક ઈસ્યોરન્સ પોલિસી માટે પ્રીમિયમ ચૂકવવો પડે છે. પરતું ઘણીવાર લોકો ઈસ્યોરન્સ પ્રીમિયમ ચૂકવી શક્તા નથી, જેના કારણે તેમની પોલિસી લેપ્સ થઈ જાય છે. જો તમારી પોલિસી લેપ્સ થઈ ચૂકી છે, તો તમારી સાથે છેતરપિંડી પણ થઈ શકે છે.

આ કીતે કરવામાં આવે છે છેતરપિંડી
ઘણીવાર એવું જોવામાં આવ્યું છ કે લોકો ઈસ્યોરન્સ પોલિસી તો કરાવી લે છે પરતું તેનો પ્રીમિયમ ચૂકવી શકતા નથી. જેના કારણે તેમની પોલિસી લેપ્સ થઈ જાય છે. આને ધ્યાનમાં રાખીને ગઠિયાઓએ છેતરપિંડીની નવી રીત પણ શોધી કાઢી છે, જેમાં લોકો શિકાર થાય છે.
ફેક કોલ
લેપ્સ થયેલી લાઈફ ઈસ્યોરન્સ પોલિસી સંબંધિત છેતરપિંડીના કેસ વધી રહ્યાં છે. લેપ્સ થયેલી પોલિસીને ફરીવાર પુનર્જીવિત કરવા માટે લોકોને ફેક ફોન કોલ કરવામાં આવે છે. કેટલાક પોલિસીધારક આવા ફેક ફોન કોલમાં ફંસાઈ જાય છે અને તેમને આર્થિક નુકસાન પણ ઉઠાવવો પડે છે.
આ રીતે છેતરપિંડી ટાળો
આ ફ્રોડથી બચવા માટે લોકોએ નિયમિત રીતે પોલિસીનું પ્રીમિયમ ભરવું જોઈએ અને કોઈપણ પોલિસીને લેપ્સ થતાં અટકાવી જોઈએ. જો પોલિસી લેપ્સ થઈ જાય તો તમામ શરતોને પૂરી કર્યા બાદ પોલિસી પુનર્જીવિત કરવા માટે વ્યક્તિએ સીધા વીમા એજન્ટનો સંપર્ક કરવો જોઈએ.

ફેક ફોન કોલ
આ સિવાય પોલિસી પુનર્જીવિત કરવા માટે આવેલા ફેક ફોન કોલથી પણ બચવું જોઈએ. આ ફેક ફોન કોલમાં દાવો કરવામાં આવે છે કે જો પોલિસીધારક એક નિશ્ચિત રકમની ચૂકવણી કરે છે અથવા નવી વીમા પોલિસી ખરીદે છે, તો લેપ્સ પોલિસી રકમ પણ પરત મળશે. આ પ્રકારના વચનો ફેક ફોન કોલ મારફતે આપવામાં આવે છે. આવી સ્થિતિમાં આવા ફોન કોલ પર ભરોસો કરવો જોઈએ નહિ.
Also Read
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય
- હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો
- 34 પ્રકારના કેન્સરને નોતરે છે આ ફૂડ આઈટમ, જો તમે પણ ખાતા હોય તો ચેતી જજો
- બનાસકાંઠા / ડિસામાં વધુ એક શૌચાલય કૌભાંડ, 8.76 લાખની ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ નોંધાઇ