કેશ એ સ્ત્રીસૌદર્યનું મહત્વનું અંગ ગણાય છે. પરંતુ આજનાં ભાગ-દોડ ભર્યા જીવનમાં વાળ ખરવાની સમસ્યા મોટાભાગની સ્ત્રીઓમાં જોવા મળતી હોય છે. આ આર્ટિકલમાં વારંવાર ખરતાવાળ અટકે, વાળ વધે તેમજ નવા વાળ ઉગે તે માટે કેટલાંક સરળ અને ઘરગથ્થુ પ્રયોગો રજૂ કરાયા છે. જે સામાન્ય વ્યક્તિઓને ઉપયોગી થશે.

- વાળ બરછટ અને ટૂંકા હોય તો કસુંબા નાં બી અને છાલની રાખ તેલમાં મેળવી. વાળનાં મૂળમાં લગાડવી. આથી વાળ સુંવાળા અને લાંબા થાય છે.
- તલનાં પાનનો ઉકાળો કરી વાળમાં ચોપડવાથી વાળ ને પુષ્ટિ મળે છે, તેથી તે વધે છે અને કાળા થાય છે.
- કલોજી પાણી સાથે વાટી રોજ સાત દિવસ સુધી માથામાં ચોપડવાથી વાળ વધે છે.
- શાસ્ત્રોક્ત વિધિ મુજબ બનાવેલું ગુંજાદિતેલ વાપરવાથી ખરતા વાળ અટકે છે અને આ તેલ નિયમિત રીતે ટાલ ઉપર ઘસવાથી ટાલ ઉપર પણ વાળ પાછા ઉગી નીકળે છે.
- કરંજાદિ તેલ શાસ્ત્રોકિત વિધિ મુજબ બનાવી આછા વાળ હોય તે ભાગે ઘસવાથી વાળ પાછા ઉગી નીકળે છે.
- તલના પાન માથે ચોપડીને નહાવાથી વાળ સુંવાળા અને લાંબા થાય છે.
- જેઠીમધનું તેલ વાપરવાથી વાળ વધે છે.
- મેથી વાટીને ટાલ ઉપર લેપ કરવો અથવા ટાલ ઉપર લેપ થોડીવાર મૂકી રાખવો. જેથી થોડા જ દિવસમાં ત્યાં નવા વાળ ઉગવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે.
- જેઠીમધ અને લીલા આમળા ૨૫૦ ગ્રામ તલનું તેલ ૫૦૦ ગ્રામ, દૂધ-૫૦૦ ગ્રામ પાણી નાખવું. તે ઉકાળવું. પાણી બળી જાય પછી ઠંડુ તેલ ગાળી લેવું. આ તેલની માલિશ કરવાથી ટાલમાં વાળ ઉગે છે, દાઢી-મૂછનાં વાળ બિલકુલ જતા રહ્યા હોય તો પણ તે પાછા ઉગે છે.

- ૧ તોલો ચણોઠીનાં મૂળ વાટીને તેનાં ભોયરીગણીના ડીંડવાનો રસ બે તોલા મેળવી લેપ કરવાથી ટાલ પૂરાઈ જાય છે. તેમાં નવા વાળ ઉગે છે.
- ગરમ દવાઓ ખાવાથી માથામાં ટાલ પડી ગઈ હોય તો ગોખરું, તલ, મધ, ઘી સમભાગે મેળવી ટાલમાં લેપ કરવો. ટાલનાં ભાગમાં ફરવાળા ટુવાલથી ઘસવું, અથવા શેક કરવો અથવા કાંદાની માલિશ કરવી, આમ કરવાથી ટાલવાળા ભાગમાં લોહી ફરતું થાય છે, અને ઉપરોક્ત લેપથી વાળ જલદી ઉગે છે.
- હાથીદાંતની રાખ, રસવંતી અને ચણોઠી પાણીમાં વાટી માથે લગાડવાથી વાળ પાછા ઉગે છે.
- રસવંતી, હાથી દાંતની ભસ્મ આ બંનેને ઘેટીનાં દૂધમાં મેળવી ટાલ ઉપર લેપ કરવો.
- વાળ જતાં રહ્યાં હોય તો, કડવા પરવરનાં પાન નો રસ માથા ઉપર ત્રણ દિવસ સુધી મસળવો જેથી નવા વાળ આવવા લાગશે.
- કરેણનું મૂળ પાણી સાથે ઘસીને માથે લગાડવાથી વાળ વધે છે.
- ગોક્ષુર, તલ, મધ, અને ઘી સરખા ભાગે વાટી લેપ તૈયાર કરવો. આ લેપ લગાવાથી વાળ નિઃસંશય ફરીથી ઉગે છે.
- ગુલાબનાં ફૂલને પાણીમાં વાટી પછી ટાલમાં લેપ કરવો. નિયમિત આ પ્રમાણે કરવાથી નવા વાળ આવે છે.
- કાચા એરંડિયામાં રાઈ વાટીને લેપ કરવાથી વાળ ઉગવા માંડશે.
- માથામાં લીંબુ મસળવાથી ખોડો મટે છે, અને વાળ વધે છે.
- આમળાનો પાવડર લીંબુનાં રસમાં ભેળવી માથામાં ભરવાથી પણ વાળ વધે છે.
- લીંબોળીનું તેલ વાળને ખરતાં અટકાવે છે.
- બદામનાં તેલની માલિશ કરવાથી વાળ પાછા આવે છે. અને ખરતા બંધ થાય છે.

આ ઉપરાંત જો આયુર્વેદિક ઔષધોપચારની વાત કરીએ તો, ખોડા માટે આરોગ્યવર્ધીની વટી, ગંધક રસાયણ અને મહામંજાષ્ઠાદિ કવાથ નિષ્ણાંતની સલાહ અનુસાર લઈ શકાય છે. આ ઉપરાંત જો ઘચહગિેકક વધારે પ્રમાણમાં હોય તો, ધતુરરગાદિ તેલ, નિમ્બતેલ કે કરંજતેલથી અઠવાડીયામાં બે વાર માલિશ કરવું. ઉપરાંત ઘચહગિેકક હોય, તો, ધતુરપત્રાદિ તેલ, નિમ્બ તેલ કે કરંજતેલથી અઠવાડીયામાં બે વાર માલિશ કરવું, ઉપરાંત ઘચહગિેકક હોય, વાળ બરછટ હોય, બે મુખવાળ હોય, વાળ વધતા ન હોય તો તે માટે શિરોધારા એ ખૂબ જ અકસીર ઉપાય છે.

આ ”શિરોધારા” એ આયુર્વેદની એક વિશિષ્ટ ચિકિત્સા પધ્ધતિ છે. જેમા ઔષધિસિધ્ધ તેલથી માથામાં અને વાળ ઉપર ધારા કરવામાં આવી છે. આ શિરોધારાથી વાળનાં જુદા-જુદા રોગો તો મટે જ છે. ઉપરાંત વાળ નું મોઈશ્વર પણ વધે છે. વાળ સુંદર, ઘાટા અને ચમકીલા બને છે. વળી શિરોધારાથી મસ્તિષ્કમાં રકત-પરિભ્રમણ વધવાથી જ્ઞાાનતંતુઓ શાંત થાય છે. આ ઉપરાંત કોઈ પણ રોગ ન હોય તો પણ નિયમિત અંતરે શિરોધારા કરવાથી વાળ અકાળે સફેદ થતાં નથી, ખરતાં પણ અટકે છે, અને વાળની જાળવણી થાય છે. આમ, ”સિરોધારા”એ વાળના દરેક પ્રકારના રોગો પર સમાધિ શસ્ત્રસમાન સાબિત થયેલ છે. અને તેની નિયમિત સારવાર વાળની સુંદરતા વધારવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તે વાતમાં શંકા ને સ્થાન નથી.
READ ALSO
- Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના
- BIG NEWS: ઓરેવાના માલિક જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ, કોર્ટમાં ફરીથી કરાશે રજૂ
- જગતના તાત માટે આવ્યો સુવર્ણ અવસર / ડ્રોનથી થશે ખેતી, SBI ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે સસ્તી લોન આપશે
- RBIએ રેપોરેટ વધાર્યો / હોમ લોનના વ્યાજ છેલ્લા 9 મહિનામાં 2.5 ટકા વધ્યા, રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો
- ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતના એવા પ્રખ્યાત ખેલાડી જેણે પોતાનો ધર્મ બદલ્યો, કોણ છે આ મહાનુભાવો ?