GSTV
Auto & Tech Trending

જાણવા જેવું/ મોબાઇલ નંબર પોર્ટ ન કરે તમારી કંપની તો અહીં કરો ફરિયાદ, તરત થશે કાર્યવાહી, જાણી લો તમારા અધિકાર

મોબાઇલ

શું તમને પણ તમારો મોબાઇલ નંબર પોર્ટ કરાવવામાં મુશ્કેલી થઇ રહી છે? શું પોર્ટ કરાવવા દરમિયાન મોબાઇલ કંપનીએ તમને પરેશાન કર્યા કે પરેશાન કરી રહી છે? જો આવું થતું હોય તો તમે સીધી ટેલીકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે TRAI માં ફરિયાદ કરી શકે છે. ટ્રાઇમાં ફરિયાદનું નિવારણ થાય છે અને કંપની વિરુદ્ધ કાર્યવાહી પણ થઇ શકે છે. મોબાઇલને લઇને ગ્રાહકોને અનેક પ્રકારના અધિકાર મળે છે જેને જાણવા જરૂરી છે. આ અધિકારોને જાણીને તમે મોબાઇલ કંપનીઓ પાસેથી સરળતાથી સેવા લઇ શકાય છે.

જો મોબાઇલ નંબરની પોર્ટેબિલિટીમાં સમસ્યા આવી રહી હોય તો ટ્રાઇને ઇ-મેલ, પત્ર મોકલીને ફરિયાદ કરી શકાય છે. આ ફરિયાદ પર ટ્રાઇ તરફથી કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત, જો તમારા વિસ્તારમાં નેટવર્ક કવરેજને લઇને પણ સમસ્યા છે, કંપનીને વારંવાર ફરિયાદ કર્યા બાદ પણ સમાધાન ન થઇ શકતુ હોય તો તમારી ફરિયાદ ટ્રાઇને કરી શકો છો. તેના માટે ટ્રાઇને ઇ-મેલ કરવો પડે છે. મોબાઇલ કંપનીને ફરિયાદ કરી છે તો ત્યાંથી તેનો એક નંબર મળે છે. તે નંબરને ટ્રાઇને આપવામાં આવેલી ફરિયાદનો ઉલ્લેખ કરવાનો હોય છે. તેના આધારે આગળની કાર્યવાહી થાય છે.

શું છે નિયમ

વર્ષ 2011 માં MNP એટલે કે મોબાઈલ નંબર પોર્ટેબિલિટીની સુવિધા મળી છે. આ સુવિધા તે લોકો માટે છે જેઓ તેમના હાલના મોબાઇલ ઓપરેટરની સેવાઓથી પરેશાન છે. આ સમસ્યા નેટવર્ક કવરેજથી ટેરિફ વગેરેમાં હોઈ શકે છે. એમએનપી હેઠળ, ગ્રાહકોને અધિકાર મળ્યો છે કે તેઓ નંબર બદલ્યા વિના અન્ય કોઇ ઓપરેટરની સેવા લઇ શકે છે. આ માટે, 1900 નંબર પર પોર્ટ પર રિકવેસ્ટ મોકલવી પડશે. રિકવેસ્ટ મોકલવાની સાથે, હાલની કંપની પોર્ટ નંબર આપે છે. તે પોર્ટિંગ નંબર તે કંપનીને આપવો પડશે જેની નવી સર્વિસ લેવાની છે. ઇનર સર્કલમાં પોર્ટ કરવામાં ત્રણ દિવસ લાગે છે, જ્યારે આઉટર સર્કલમાં 5 દિવસ લાગે છે.

મોટી ઘટના

કેન્દ્રીય નાણાં મંત્રાલયના આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલ સાથે એક મોટી ઘટના બની છે, જે પોસ્ટપેડ મોબાઇલ પોર્ટેબિલિટી સાથે સંબંધિત છે. તેમણે એક ટ્વીટમાં જણાવ્યું છે કે વોડાફોન-આઈડિયાનો નંબર પોર્ટ કર્યા બાદ બાકી લેણાં ચૂકવવાની ધમકી મળી છે. તે કહે છે કે સત્ય એ છે કે તેની પાસે પહેલેથી જ કોઈ લેણાં નથી, પરંતુ તે હોવા છતાં, કંપની વતી બાકી રકમ ચૂકવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને, સંજીવ સાન્યાલે કેટલાક વધુ પ્રયત્નો કરવાનું વિચાર્યું છે જેથી ગ્રાહકોને તેમની જેમ પોર્ટેબિલિટીમાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

મોબાઇલ

શું છે અધિકાર

નિષ્ણાતોના મતે, ગ્રાહકોને પ્રીપેડ મોબાઇલ નંબર પોર્ટ કરવામાં કોઇ સમસ્યાનો સામનો કરવો પડતો નથી, પરંતુ જ્યારે પોસ્ટપેઇડની વાત આવે છે, ત્યારે ઘણી સમસ્યાઓ એક સાથે આવે છે. કંપનીઓ અનેક પ્રકારના કોલ કરીને ગ્રાહકોને મુશ્કેલીમાં મૂકે છે. જો કે, જો ગ્રાહક ઇચ્છે તો તે સરળતાથી કંપની સામે ફરિયાદ કરી શકે છે. તે સરકારમાં ફરિયાદ પણ કરી શકે છે. આ માટે, ગ્રાહકને ટ્રાઇ અથવા ટેલિકોમ મંત્રાલયમાં જવાનો દરેક અધિકાર છે. જો ગ્રાહક ઇચ્છે તો તે કંપની સામે ગ્રાહક કોર્ટનો પણ સંપર્ક કરી શકે છે. જો TRAI અથવા ગ્રાહક અદાલત મોબાઇલ કંપનીને દોષિત માને તો તેને નુકસાની ચૂકવવી પડી શકે છે. પરંતુ પ્રશ્ન એ છે કે કેટલા લોકો કોર્ટમાં જાય છે અથવા TRAI માં જાય છે. કંપનીઓ આનો લાભ લે છે.

Read Also

Related posts

બજારમાં સતત પાંચા દિવસે તેજી: સેન્સેક્સ સાથે નિફ્ટી ઓલટાઇમ હાઇ સપાટીએ

Padma Patel

BCCI નવી પસંદગી સમિતિ/ આ અનુભવી ખેલાડીઓએ કરી અરજી

Padma Patel

શું પાટણ અને મહેસાણામાં ફરી બાજી પલટાશે?  ભાજપને ખોવાયેલી જમીન પાછી મળવાની આશા

HARSHAD PATEL
GSTV