તમારા બાળકને જ્યાં ત્યાં છુટ્ટુ મુકવાની આદત હોય તો વાંચો આ જામનગરનો દર્દનાક કિસ્સો

નાના બાળકોને છુટ્ટા મૂકી દેનાર માતાપિતા માટે ચેતવણીરૂપ એક કિસ્સો જામનગરમાં બન્યો છે. જામનગરમાં આનંદ કોલોનીમાં આવેલા શ્રીરંગ રેસીડેન્સી એપાર્ટમેન્ટની લીફ્ટમાં પાંચ વર્ષની એક બાળકી ફસાઈ જતાં તેનું લિફ્ટમાં જ મોત નીપજ્યું. અહીં ચોકીદારનું કામ કરતાં રાજેન્દ્રભાઈ સોની તેમના પત્ની અને ત્રણ સંતાનો સાથે એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં જ રહે છે. સવારે રાજેન્દ્રભાઈની પાંચ વર્ષની પુત્રી પ્રતીમા રમતા રમતા લીફ્ટમાં ગઈ. અને થોડીવારમાં જ લીફ્ટમાંથી અવાજ આવતા એપાર્ટમેન્ટના રહીશોમાં દોડધામ મચી હતી.

સ્થાનિકોએ તપાસ કરતાં પહેલા માળ પર લીફ્ટ અને દિવાલ વચ્ચે પ્રતિમા ફસાયેલી મળી આવી હતી. ફાયરબ્રિગેડે છતનો ભાગ તોડી પ્રતિમાને બહાર કાઢી હતી. જો કે, ત્યાં સુધીમાં તેનું મોત નીપજી ચૂક્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter