જો તમારા દિકરાને કરોડ પતિ થવાનાં કોડ હોય તો આ રીતે કરો રોકાણ, મોટો થશે ત્યાં સુધીમાં તો….

આજે અમે તમને જણાવીએ બચતની એક નવી રીત, જેને તમે અપનાવશો તો જ્યાં સુધીમાં તમારો દીકરો નોકરી કરવા લાયક થશે, ત્યાં સુધી તેની પાસે 1 કરોડ રૂપિયાની પૂંજી હશે. પ્લાનિંગ ખુબ સરળ છે. આમાં રોકાણની શરૂઆત 1400 રૂપિયાથી શરૂ કરવાની છે. પછી તેમાં દર વર્ષે 15 ટકા વધારો કરવાનો છે. મતલબ કે પહેલા વર્ષે 1400 રૂપિયાનું રોકાણ તો બીજા વર્ષે 1610 રૂપિયા થઈ જશે. આ રીતે રોકાણને આગળ વધારતા રહેશો, આ રોકાણ પર તમને 12 ટકા રિટર્ન મળે છે તો, 25 વર્ષમાં આ રકમ 1 કરોડ રૂપિયા થઈ જશે.

છેલ્લા એક વર્ષમાં એક ડઝનથી વધારે મ્યુચ્યુઅલ ફંડે 50 ટકાથી વધારે રિટર્ન આપ્યું છે. જો લાંબા સમય માટે રોકાણ કરવામાં આવે તો, આ ફંડ્સનું 12 ટકાથી પણ વધારે રિટર્ન પ્રતિસત રહ્યું છે. જેથી જાણકારી મેળવી સારા ફંડમાં રોકાણ કરવામાં આવે તો, 12 ટકાથી વધારે રિટર્ન મળે તો 25 વર્ષમાં આ રકમ 1 કરોડ રૂપિયા થઈ જશે.

ઉલ્લેખનીય છે કે જે લોકો ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે તેમણે લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સનો ફાયદો મળે છે. આ ફંડ્સમાં રોકાણના 1 વર્ષ બાદ પૂરી રીતે તે ટેક્સ ફ્રી થઈ જાય છે. આવામાં રોકાણ કરવામાં આવેલી રકમ પર જેટલો નફો મળે તેના પર કોઈ ટેક્સ નથી આપવો પડતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter