GSTV
Home » News » તમારો બોયફ્રેન્ડ રિસાઈ ગયો છે, તો થોડી જ મિનિટો મનાવો આ રીતે

તમારો બોયફ્રેન્ડ રિસાઈ ગયો છે, તો થોડી જ મિનિટો મનાવો આ રીતે

ઘણી વાર એવું બને છે કે રિલેશનશિપમાં ગર્લફ્રેન્ડની જગ્યાએ બોયફ્રેન્ડ નારાજ થઈ જાય છે. તેમનો મૂડ ઓફ થઈ જાય છે. તે સમયે છોકરીઓ ગભરાય જાય છે કે તેની નારાજગી કેવી રીતે દૂર કરે. હવે તમારા વધારે વિચારવાની જરૂર નથી. તમે સરળતાથી બોયફ્રેન્ડની નારાજગી દૂર કરી શકશો. એટલું જ નહીં આ રીતથી તમે તેનું દિલ પણ જીતી લેશો.
મૂડ ખરાબ થવાનું કારણ પૂછો
તમે સીધી રીતે બોયફ્રેન્ડને નારાજ અથવા મૂડ ખરાબ થવા પાછળનું કારણ પૂછો. વધારે સમય સુધી આ રીતે કરવું બરાબર રહેશે. ઘણી વાર વધારે સમય સુધી વાતચીત કરવાથી સુધરવાના ચાન્સ વધી જાય છે. ઘણી વાર એવું પણ બનતું હોય છે કે મનમાં દબાયેલી રાખો બહાર આવે છે અને ઘણી વાર ચૂપ થઈ જાય છે. એવામાં સ્થિતિ સંભાળવાની તૈયારી તમારી રહેશે.

સરપ્રાઈસ આપો
બોયફ્રેન્ડનો ઘણી વાર મૂડ ખરાબ હોય અથવા નારાજ હોય ત્યારે સરપ્રાઈઝ આપો. આ સરપ્રાઈઝસ કંઈપણ હોઈ શકે છે. તમે તેના માટે કોઈ ગિફ્ટ પણ લઈ શકો છો. કંઈક સ્પેશિયલ તૈયારી પણ કરી શકો છો. તમે કોઈ મેસેજ સાથે કાર્ડ આપી શકો છો. એટલું જ નહીં તમે તેની પસંદગીના કપડાં પણ લઈ શકો છો. તેને ગમશે અને જલદી માની પણ જશે.
ચોકલેટ અને ફૂલ ગિફ્ટ કરો
બોયફ્રેન્ડ અવારનવાર તેમની ગર્લફ્રેન્ડને ચોકલેટ અને ફૂલ આપતા હોય છે પરંતુ આ બંને વસ્તુ બોયફ્રેન્ડને પણ પસંદ હોય છે. એવામાં તમે તમારા બોયફ્રેન્ડને ચોકલેટ ખવડાવી શકો છો. કહેવાય છે કે ગળ્યું ખાવાથી મૂડ સારો થઈ જાય છે અને તેની નારાજગી દૂર થઈ જશે.

પસંદગીવાળું જમવાનું બનાવો
તમારા બોયફ્રેન્ડનું મનપસંદ જમવાનું બનાવીને તેની નારાજગી દૂર કરી શકો છો. કહેવાય છે કે પુરુષને ખુશ કરવાનો રસ્તો તેના પેટ સાથે હોય છે. એવામાં મનપસંદ જમવાનું તેનો મૂડ સારો કરશે.

થોડી વાર માટે એકલા છોડી દો
ઘણી વાર મૂડ ખરાબ હોવા પર બોયફ્રેન્ડ પર તમે પ્રેશર નાખતા હોવ છો પરંતુ તેનાથી વધારે ખરાબ બની શકે છે. મૂડ ખરાબ થવા પર તમારી ઉપર ભડકી પણ શકે છે. એવામાં તેને થોડી વાર માટે એકલા છોડી દો અને શાંતિ રાખો. તેનો મૂડ સારો થવા પર સામે આવીને કહેશે.

Read Also

Related posts

જો તમારા શરીરનું વજન ઓછું ના થયું હોય તો શરૂ કરી દો આ જ્યૂસનું સેવન

GSTV Desk

શું તમે નિયમિત રીતે કરો છો વ્યાયામ, તો ના કરશો ડાયટિંગ થઈ શકે શરીરને ગંભીર નુકસાન

GSTV Desk

દહીંમાં ભરપૂર ગુણો હોય છે પરંતુ આપીણું એ તેના કરતા પણ છે વધારે ગુણકારી

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!