આપણા દેશમા હાલ હવાઈ મુસાફરી કરવી એકદમ સરળ બની છે. એરલાઇનની એક ખુબ જ ખ્યાતનામ કંપની સ્પાઇસજેટે હાલ ટિકિટ અંતર્ગત એક નવી સુવિધા શરુ કરી છે. આ સુવિધાનો લાભ લઈને તમે ટિકિટના પૈસા હપતામા પણ ચૂકવી શકો છો. કંપનીએ સોમવારના રોજ આ સુવિધા અંગેની જાહેરાત કરી હતી. આ ઓફર અનુસાર પેસેન્જર ટિકિટની રકમ 3, 6 અથવા 12 હપ્તામાં ચૂકવી શકે છે. આ સુવિધા સિવાય તેની સાથે સંકળાયેલી એક વિશેષ વાત તો એ છે કે, આ EMIના બદલામાં કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. કંપની દ્વારા મળતી માહિતી મુજબ, EMI સ્કીમનો લાભ લેવા માટે મુસાફરોએ તેમના પાન નંબર, આધાર નંબર અથવા VID જેવી જરૂરી માહિતી આપવી પડશે.

આ સિવાય આ સુવિધાનો લાભ મેળવતા પહેલા વન-ટાઇમ પાસવર્ડથી તમારુ વેરિફિકેશન થશે. ગ્રાહકોએ તેમનો UPI ID અહીં જમા કરાવવો પડશે અને તેમાંથી જ ટિકિટના મૂલ્યના નક્કી કરેલા 3,6 અથવા 12 EMI કાપવામાં આવશે. આ EMI સ્કીમનો લાભ લેવા માટે મુસાફરોએ કોઈપણ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની વિગતો આપવાની રહેશે નહી. વર્તમાન સમયમા સ્પાઇસજેટે જાહેરાત કરી હતી કે, તે 31 ઓક્ટોબરથી દેશભરમાં 28 નવી સ્થાનિક ફ્લાઇટ્સ શરૂ કરશે.

સ્પાઈસજેટે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે તેના નવા શિયાળુ કાર્યક્રમના ભાગરૂપે રાજસ્થાનના જયપુર, જેસલમેર, જોધપુર અને ઉદયપુરના પ્રવાસન સ્થળોને મુખ્ય મહાનગરો અને શહેરો સાથે જોડતી ઘણી નવી નોન-સ્ટોપ ફ્લાઈટ્સ બહાર પાડશે.તે બાગડોગરાને અમદાવાદ, કોલકાતા અને શ્રીનગર સાથે જોડશે અને બેંગ્લોર-પુણે સેક્ટરમાં બે નવી ફ્લાઇટ્સ શરૂ કરશે.
Read Also
- ઈરાને સલમાન રશ્દી પર થયેલા હુમલામાં હાથ હોવાથી કર્યો ઇનકાર, લેખકના સહયોગીઓ પર મૂક્યો આરોપ
- ઓમિક્રોન વેરિઅન્ટ માટે પણ રસી બનાવવામાં આવી, બ્રિટને મોડર્નાની અપડેટ કરેલી રસી મંજૂર કરી
- બિગ ન્યૂઝ / 2002ના ચકચારી બિલ્કિસ બાનો બળાત્કાર કેસના 11 આરોપીઓને ગુજરાત સરકારે કર્યા સજા-મુક્ત, ગોધરા જેલમાં કાપી રહ્યા હતા સજા
- વિષ્ણુએ ‘અફઝલ’ બનીને મુકેશ અંબાણીને આપી હતી ધમકી, ધરપકડ બાદ થયો મોટો ખુલાસો
- મહિલાઓમાં મૂડ સ્વિંગ થવો કે પીરિયડ્સની અનિયમિતતા થાય તો ચેતી જજો, આવા લક્ષણો દેખાય તો જરૂરથી ડોક્ટરની સલાહ લઈને ટેસ્ટ કરાવી લો