GSTV

ડાયટ પર છો અને કંઈ મીઠું ખાવાનું મન થયુ છે તો, તરત જ બનાવો ‘એપલ રબડી’

આજકાલ લોકો હેલ્થ કોન્શિયન્સ હોવાના કારણે મીઠાઈ ખાવા પર પરહેજ કરતા હોય છે, તેવામાં જો તમે કંઈક મીઠાઈ બનાવવાને લઈને મૂંઝવણમાં છો તો, અમે તમારી આ મુશ્કેલીને સરલ બનાવી દેશે. તમારા માટે આજે અમે એપ્પલ રબડી બનાવવાની રેસિપીને લઈને આવ્યા છે. જે ટેસ્ટી હોવાની સાથે-સાથે બનાવવામાં પણ ખૂબ જ સરળ હોય છે. તો ચાલો જાણીએ એપલ રબડી બનાવવાની રેસિપી

સામગ્રી

  • સફરજન- 3 મીડિયમ સાઈઝ
  • દુધ- 1 લીટર
  • ખાંડ અથવા મધ- 4 ટેબલસ્પુન
  • લીલી એલચી- 1/4 ટીસ્પુન
  • બદામ- 8 થી 10
  • પિસ્તા 8 થી10

બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક પેનમાં દુધને ઉકાળો અને એક ઉકાળ આવ્યા બાદ ધીમા તાપ પર દુધને ઉકાળવા માટે મૂકી દો.
  • દૂધ ઉકાળ્યા બાદ જ્યારે અડધુ રહી જાય એટલે તેમાં ખાંડ નાખી સારી રીતે મીક્સ કરી લો અને દૂધને સતત હલાવતા રહો.
  • ત્યારબાદ સફરજનની છાલને કાઢી લો અને ઉકળતા દૂધમાં તેને નાખી 2 થી 3 મિનિટ સુધી પકાવો.
  • બાદમાં એલચી પાઉડર, બદામ અને પિસ્તાને નાખી દો.
  • ગેસ પરથી નીચે ઉતારી ઠંડુ થવા દો અને બાદમાં તેને થોડા સમય માટે ફ્રિજમાં રાખી દો.
  • રબડીને પીરસતા સમયે પિસ્તા અને ક્રશ કરેલી બદામથી તેને ગાર્નિશ કરો.

READ ALSO

Related posts

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva

આ દેશમાં કોરોનાએ એવો કહેર મચાવ્યો કે માસ્ક ખરીદવા કોઈ પણ કિંમત દેવા છે તૈયાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!