GSTV

ફાયદો જ ફાયદો/ FD કરતાં વધુ નફો મેળવવો હોય તો અહીં કરો રોકાણ, પાછલા 3 વર્ષમાં મળ્યું છે છપ્પરફાડ 10 ટકાથી પણ વધુ રિટર્ન

રોકાણ

Last Updated on September 10, 2021 by Bansari

ગિલ્ટ મ્યુચ્યુઅલ ફંડ (Gilt mutual funds) અથવા સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરવાની યોજનાઓને રોકાણકારો દ્વારા એટલી ફોલો નથી કરવામાં આવતી જેટલી કેટલીક અન્ય ડેટ કેટેગરીમાં કરવામાં આવે છે. Valueresearchના આંકડાઓ અનુસાર, પાછલા ત્રણ વર્ષોમાં અનેક ગિલ્ટ ફંડોએ ડબલ ડિજિટમાં શાનદાર રિટર્ન આપ્યુ છે. આ સોવરેન દ્વારા જારી કરવામાં આવ્યા છે, જેમાં ક્રેડિટ રિસ્ક ઝીરો છે. જો કે કેટલાંક વ્યાજ દર જોખમ થઇ શકે છે. અમે તમને ટૉપ પાંચ ગિલ્ટ વિશે જણાવી રહ્યાં છીએ જેને પાછલા ત્રણ વર્ષોમાં વાર્ષિક 10.5-11.5 ટકા રિટર્ન આપવામાં આવ્યું છે.

રોકાણ

આઇડીએફસી ગવર્નમેંટ સિક્યોરિટીઝ ફંડ (IDFC Government Securities Fund) પાછલા ત્રણ વર્ષોમાં ચાર્ટમાં ટૉપ પર રહ્યું છે. આ દરમિયાન તેણે 11.5 ટકા રિટર્ન આપ્યું છે. આ પોતાના પોર્ટફોલિયોમાં વિભિન્ન વર્ષો દરમિયાન મેચ્યોર થતી ગવર્મેન્ટ સિક્યોરિટિઝને રાખે છે. તેની પાસે 1,937 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને તેનો એક્સપેંસ રેશિયો 1.23 ટકા છે.

ડીએસપી ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ફંડ (DSP Government Securities fund) પાછલા ત્રણ વર્ષોમાં 11.1 ટકા રિટર્ન સાથે લિસ્ટમાં બીજા નંબરે છે. આ 432 કરોડ રૂપિયાની સંપત્તિનું પ્રબંધન કરે છે અને તેનો એક્સપેંસ રેશિયો 1.05 ટકા છે. આઇડીએફસી ફંડની તુલનામાં પોર્ટફોલિયો અપેક્ષાકૃત અલગ છે.

રોકાણ

ટૉપ પરફોર્મેંસ કરનારાઓની લિસ્ટમાં ત્રીજી એડલવાઇસ ગવરમેન્ટ સિક્યોરિટીઝ ફંડ (Edelweiss Government Securities fund) છે, જેમાં ત્રણ વર્ષમાં 11.06 ટકાનું રિટર્ન મળે છે. આ સંપત્તિમાં અપેક્ષાકૃત ઓછામાં ઓછા 99 કરોડ રૂપિયાનું પ્રબંધન કરે છે. તેનો એક્સપેંસ રેશિયો 1.32 ટકા છે. પોતાના નાના આકારના કારણે, ફંડ એક કેન્દ્રિત પોર્ટફોલિયોનું પ્રબંધન કરે છે.

એક્સિસ ગિલ્ટ ફંડ(Axis Gilt fund) એ પાછલા ત્રણ વર્ષમાં 10.5 ટકાનું રિટર્ન આપ્યું છે. સરકારી સિક્યોરિટી ઉપરાંત, ફંડ આરબીઆઇના ટ્રેજરી બિલો અને રાજ્ય સરકારના લોનમાં પણ રોકાણ કરે છે. આ 147 કરોડ રૂપિયાની એસેટને મેનેજ કરે છે. એક્સપેંસ રેશિયો 1 ટકા છે.

એસબીઆઇ મેગ્નમ ગિલ્ટ ફંડ (SBI Magnum Gilt fund)એ પાછલા ત્રણ વર્ષમાં 10.5 ટકા રિટર્ન આપ્યું છે. તે 3,620 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે શ્રેણીમાં સૌથી મોટો છે. એક્સપેંસ રેશિયો 0.95 ટકા છે. ગવર્મેન્ટ સિક્યોરિટીઝ આરબીઆઇના ટ્રેજરી બિલ અને રાજ્ય સરકારની લોનમાં રોકાણ સાથે પોર્ટફોલિયો ખૂબ જ વિવિધ છે.

Read Also

Related posts

મોટો ઝાટકો/ બિટકોઈન 6000 ડોલર તૂટયા માર્કેટકેપમાં 80 અબજ ડોલરનું ધોવાણ, કોરોનાના નવા વેરિએન્ટે ઉડાડી ઊંઘ

Damini Patel

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!