GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

સામાજિક સંસ્થા દ્વારા વૃદ્ધજનો પર કરવામાં આવ્યો સર્વે, તારણ જાણશો તો….

ભારતનાં૩૯ ટકા જેટલાં સિનિયર સિટીઝન્સ(૬૦ કે ૬૦ કરતાં વધુવર્ષની ઉંમર ધરાવતાં સ્ત્રી-પુરુષો) પાસે કોઇપણ જાતની માસિક આવક નથી. પરિણામે આવાં વૃદ્ધજનોએ  તેમનાં ભરણપોષણ અને કાળજી માટે બીજાં પર આધાર રાખવો પડે છે. સામાજિક સંસ્થા દ્વારા થયેલા વ્યાપક અભ્યાસની વિગતો દ્વારા આવી જાણકારી મળે છે.

આ સામાજિક સંસ્થાએ દેશભરમાં ૩૦ અને ૫૦ વરસની વય ધરાવતી કુલ ૨૦૯૦ વ્યક્તિઓની મુલાકાત લીધી હતી.આ તમામ વ્યક્તિઓ ૨૨૯૩ જેટલાં સિનિયર સિટીઝન્સની કાળજી રાખતાં હતાં.વૃદ્ધોની સારસંભાળ લેનારી આ વ્યક્તિઓમાંથી ૩૮ ટકા વ્યક્તિઓની માસિક આવક ૨૦,૦૦૦થી ૪૦,૦૦૦ રૂપિયા હતી.જ્યારે ૧૫ ટકા વ્યક્તિઓનીમહિનાની કમાણી ૪૦,૦૦૦ કરતાં વધુ હતી.સામાજિક સંસ્થાનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી હતી કે અમારા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સંતાનો તેમનાં વૃદ્ધ માતાપિતાની  સંપત્તિ લઇ લેતાં હોય છે.આમ છતાં તેઓ તેમનાં ઘરડાં માવતરની સારસંભાળ લેવા નથી ઇચ્છતાં.

આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે વૃદ્ધજનોની સંભાળ અને કાળજી રાખવા એક કુટુંબ દર મહિને સરેરાશ ૪૧૨૫ રૂપિયાનો ખર્ચ કરે છે.વળી,વૃદ્ધજનોની સંભાળ લેતી વ્યક્તિઓમાંથી ૪૨.૫ ટકા એવી છે જેઓ પેલાં ઘરડાં લોકોનો તબીબી ખર્ચ ઉપાડે છે.જ્યારે બાકીની વ્યક્તિઓવૃદ્ધોની અમુક ખાસ ટેવનું કે રહેણીકરણીનું ધ્યાન રાખે છે. જોકે ૫૭ ટકા જેટલા કિસ્સામાં વૃદ્ધ માતાપિતાની અમુક ખાસ આદત કે રહેણીકરણીનો ખર્ચ તેમના પુત્રો આપતા હોય છે. જ્યારે ૨૩ ટકા જેટલા કિસ્સામાં આવો ખર્ચ તેમની પુત્રવધુ કરતી હોય છે.

બોરીવલીની એક વૃદ્ધ માતાએ નારાજી સાથે કહ્યું હતું કે હું મારા ઘરમાં એકલી રહું છું.મારો દીકરો અને વહુએ મારી કાળજી રાખવી જરૂરી છે.આમ છતાં તેઓ મારા ભરણપોષણ માટે રાતી પાઇ પણ આપતાં નથી. આઘાતજનક બાબત તો એ છે કે અદાલતે મારાં પુત્ર-પુત્રવધુને મારા ભરણપોષણ માટે દર મહિને ૭૦૦૦ રૂપિયા આપવાનોે આદેશ આપ્યો હોવા છતાં મને હજી સુધી એક રૂપિયો પણ મળ્યો નથી.વળી,આજના જમાનામાં કોઇ વ્યક્તિ ૧૦,૦૦૦ રૂપિયામાં પોતાનું ભરણપોષણ કઇ રીતે કરી શકે તે પણ મને નથી સમજાતું. 

READ ALSO

Related posts

પાકિસ્તાનના વિદેશમંત્રી થયા કોરોનાગ્રસ્ત, પોતાના જ ઘરમાં રહીને લઈ રહ્યા છે સારવાર

Pravin Makwana

20થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 72 કલાકમાં આ સ્થળોએ બદલાશે હવામાન

Mansi Patel

તમિલનાડુમાં રેકોર્ડબ્રેક 4329 નવા પોઝીટીવ કેસ સાથે કુલ આંક 1 લાખને પાર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!