અમેરિકાનો વિઝા મળી જાય એટલે અમેરિકામાં પ્રવેશ મળી જાય એવુ માનવુ ભુલભરેલું છે. અમેરિકાની સરહદ આખા જગતમાં સૌથી કઠીન છે અને દર વર્ષે લગભગ પોણા ત્રણ લાખ લોકોને વિઝા હોવા છતાં અમેરિકામાં પ્રવેશ અપાતો નથી. વિઝા મળી ગયા પછી અમેરિકાના એરપોર્ટ પર ઉતરાણ વખતે જ કેટલાક મુસાફરોને પરત મોકલી દેવામાં આવે છે.

મુસાફરોને પરત મોકલવાનું કામ અમેરિકાનો કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (સીબીપી) ડિપાર્ટમેન્ટ કરે છે. કેમ કે અમેરિકામાં પ્રવેશવાના કુલ 300 જેટલા એન્ટ્રી પોઈન્ટ છે અને એક પણ પોઈન્ટ પરથી અમેરિકાને નુકસાન કરે એવો વ્યક્તિ પ્રવેશી ન જાય એ જોવાની જવાબદારી આ ડિપાર્ટમેન્ટની છે.
મુસાફરો વિમાનમાં કે કેટલાક કિસ્સામાં જહાજ દ્વારા અમેરિકાના કાંઠે લેન્ડ થાય ત્યારે તેનો સૌથી પહેલો ભેટો સીબીપીના અધિકારીઓનો થાય છે. આ અધિકારીઓ પાસે રાઈટ્સ છે કે કોઈ પણ મુસાફરને એરપોર્ટ પરથી જ તેના દેશમાં પરત (ડિપોર્ટ) કરી શકે.
સામાન્ય રીતે પ્રવેશ ન આપવાના આવા કારણો હોય છે
- વ્યક્તિનો ગુનાઈત ઇતિહાસ
- અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાનો પ્રયાસ
- મેડિકલ પ્રોબ્લેમ
- કોરોના સર્ટિફિકેટનો અભાવ
- પોતાના દેશમાંથી પ્રવાસ પર પ્રતિબંધ હોય
- સોશિયલ મીડિયા પર શંકાસ્પદ પ્રવૃત્તિ
- તમારી સાથે રહેલા મોબાઈલ, લેપટોપ વગેરેમાં શંકાસ્પદ સામગ્રી હોય
- વિઝા ફોર્મમાં ખોટી વિગત ભરી હોય
- અધિકારી દ્વારા પૂછવામાં આવેલા સવાલનો ખોટો જવાબ આપ્યો હોય
- જરૃરી દસ્તાવેજો સાથે ન હોય
માટે વિઝા મળ્યો એટલે અમેરિકામાં પ્રવેશ મળી ગયો એમ માની લેવું નહીં.
MUST READ:
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ