GSTV
Business Trending

કામની વાત/ બેરોજગારી ભથ્થુ મેળવવું હોય તો ફટાફટ કરાવો રજીસ્ટ્રેશન: આ રહી પ્રોસેસ, જાણો કેવી રીતે મળશે લાભ

કોરોના

Unemployment allowance: કોરોના કાળમાં ઘણા લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. સરકાર બેરોજગારો માટે સરકાર બેરોજગારી ભથ્થુ આપે છે. બેરોજગારોને ભથ્થુ આપવા માટે સરકારે ‘અટલ વીમિત વ્યક્તિ કલ્યાણ યોજના’ નામે સ્કીમ શરૂ કરી છે. આ યોજના અંતર્ગત 50 હજારથી વધુ લોકોએ લાભ લીધો છે. કર્મચારી રાજ્ય વીમા નિગમ(ESIC) આ સ્કીમ ચલાવે છે. કોરોના મહામારીને ધ્યાનમાં લેતા સરકારે ‘અટલ વીમિત વ્યક્તિ કલ્યાણ યોજના’ને 30 જૂન 2022 સુધી વધારી દીધી છે. તેનાથી પહેલા યોજના 30 જૂન 2021 સુધી હતી.

શું છે ‘અટલ વીમિત વ્યક્તિ કલ્યાણ યોજના’

અટલ વીમિત વ્યક્તિ કલ્યાણ યોજના અંતર્ગત નોકરી છૂટવા પર બેરોજગાર લોકોને આર્થિક મદદ માટે ભથ્થુ આપવામાં આવે છે. બેરોજગાર વ્યક્તિ 3 મહિના માટે આ ભથ્થાનો ફાયદો ઉઠાવી શકે છે. 3 મહિના માટે તે સરેરાશ સેલરીના 50 ટકા ક્લેમ કરી શકે છે. બેરોજગાર થયાના 30 દિવસ બાદ આ યોજના સાથે જોડાઇને ક્લેમ કરી શકાય છે.

બેરોજગારી

આ રીતે ઉઠાવો યોજનાનો લાભ

આ યોજનાનો લાભ લેવા માટે ESIC સાથે જોડાયેલા કર્મચારી ESICની કોઇ પણ બ્રાન્ચમાં જઇને તેના માટે અપ્લાય કરી શકે છે. તે બાદ ESIC તરફથી અરજીની પુષ્ટિ કરવામાં આવશે અને તેના યોગ્ય હોવા પર સંબંધિત કર્મચારીના ખાતામાં રકમ મોકલવામાં આવશે.

કોણ લઇ શકે છે યોજનાનો લાભ

  • આ યોજનાનો લાભ એવા પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનારા નોકરિયાતો બેરોજગાર થવા પર લઇ શકે છે. જેનું કંપની દર મહિને સેલરીમાંથી PF/ESI કાપે છે.
  • ESI નો ફાયદો પ્રાઇવેટ કંપની, ફેક્ટ્રીઓ અને કારખાનાઓમાં કામ કરતા કર્મચારીઓને મળે છે. તેના માટે ESI કાર્ડ બને છે.
  • કર્મચારી આ કાર્ડ અથવા કંપનીમાંથી લાવેલા ડોક્યુમેન્ટના આધારે સ્કીમનો લાભ લઇ શકે છે. ESIનો લાભ તે કર્મચારીઓને મળે છે જેની માસિક આવક 21 હજાર રૂપિયા કે તેથી ઓછી છે.
બેરોજગારી

આ રીતે કરો રજીસ્ટ્રેશન

  • આ યોજનાનો લાભ લેવા માટે તમારે સૌથી પહેલા ESIC ની વેબસાઇટ પર અટલ વીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવાનું છે.
  • હવે ફોર્મ ભરીને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) ની નજીકની બ્રાન્ચમાં જમા કરો.
  • તે બાદ ફોર્મ સાથે 20 રૂપિયાનું નોન-જ્યુડિશનયલ સ્ટેમ્પ પેપર પર નોટરીની એફિડેવિટ પણ લાગશે.
  • તેમાં AB-1 થી લઇને AB-4 ફોર્મ જમા કરાવવામાં આવશે.

ખોટા આચરણના કારણે નોકરી ગુમાવવા પર નહી મળે ફાયદો

તે લોકોને સ્કીમનો લાભ નહી મળે જેમને ખોટા આચરણના કારણે કંપનીમાંથી કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત આપરાધિક કેસ નોંધાયેલો હોય અથવા સ્વેચ્છાએ રિટાયરમેન્ટ લેનારા કર્મચારી પણ યોજનાનો લાભ નહી લઇ શકે.

Read Also

Related posts

ઈરાને સલમાન રશ્દી પર થયેલા હુમલામાં હાથ હોવાથી કર્યો ઇનકાર, લેખકના સહયોગીઓ પર મૂક્યો આરોપ

GSTV Web Desk

ઓમિક્રોન વેરિઅન્ટ માટે પણ રસી બનાવવામાં આવી, બ્રિટને મોડર્નાની અપડેટ કરેલી રસી મંજૂર કરી

GSTV Web Desk

મહિલાઓમાં મૂડ સ્વિંગ થવો કે પીરિયડ્સની અનિયમિતતા થાય તો ચેતી જજો, આવા લક્ષણો દેખાય તો જરૂરથી ડોક્ટરની સલાહ લઈને ટેસ્ટ કરાવી લો

GSTV Web Desk
GSTV