GSTV

અગત્યનું/ 5 લાખ રૂપિયાથી વધુની કાર ખરીદવી હોય તો અપડેટ કરાવી લો આધાર કાર્ડ, આ જગ્યાઓ પર થઇ શકે છે મુશ્કેલી

આધાર

Last Updated on June 23, 2021 by Bansari

Permanent Account Number (PAN ) ને આધાર સાથે લિંક કરવા માટે એસએમએસ / ઇમેઇલ દ્વારા એલર્ટ મળવાના ચાલુ છે. 30 જૂન 2021 સુધીમાં PAN -આધાર લિંક કરવું પણ જરૂરી છે કારણ કે નહીંતર બેંક સાથે સંબંધિત ઘણા મોટા કાર્યો અટકી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે (સીબીડીટી) આ અંગે ખૂબ કડક વલણ અપનાવ્યું છે. કેટલાક કેસમાં દંડ લાદવાની જોગવાઈ પણ છે. ચાલો આપણે જાણીએ કે કયા મહત્વપૂર્ણ કાર્યો છે જ્યાં PAN  જરૂરી છે અને શું નુકસાન થશે:

જો PAN  લિંક ન હોય તો શું?

1; જો તમે PAN -આધારને લિંક ન કર્યું હોય તો PAN  કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. આ સાથે તમારું કેવાયસી પણ અમાન્ય થઈ જશે.

2; એસઆઈપીમાં પૈસા જમા કરવામાં આવશે નહીં: જો તમારે મ્યુચ્યુઅલ ફંડમાં નાણાંનું રોકાણ કરવું હોય તો પણ PAN  જરૂરી છે. જો PAN  અમાન્ય થઈ જાય છે, તો પછી તમે એસઆઈપી દ્વારા અથવા અન્ય કોઈ પણ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકશો નહીં. તે પણ જ્યારે મ્યુચ્યુઅલ ફંડ અત્યારે જબરદસ્ત રિટર્ન આપી રહ્યા છે. શેર માર્કેટ 53000 ની સપાટીને વટાવી ગયું છે.

આધાર

3; જો તમે બેંકમાં 50  હજાર રૂપિયાથી વધુનું ખાતું ખોલવાનો પ્રયત્ન કરો છો અથવા જમા / ઉપાડ કરો છો, તો PAN  આપવુ પડશે. આવી સ્થિતિમાં જો તમે કોઈ ખોટુ કે નિષ્ક્રિય PAN  આપો તો તમને દંડ થઈ શકે છે. જોગવાઈઓ હેઠળ, આવા દરેક કેસમાં દંડ લાદવામાં આવી શકે છે.

4; જો તમે 5 લાખ રૂપિયાથી ઉપરના ઝવેરાત ખરીદો છો, તો તમારે ખરીદીમાં PAN કાર્ડની વિગતો આપવી પડશે. નહીંતર ઝવેરાત ખરીદી શકતા નથી.

5; પાંચ લાખ રૂપિયાથી વધુની ગાડીની ખરીદી માટે PAN કાર્ડની વિગતો આપવાની રહેશે. નહીંતર તે લઈ શકશો નહી.

આધાર

1000 રૂપિયા દંડ

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, જો PAN -આધાર લિંક ન હોય તો ઇનકમ ટેક્સ PAN કાર્ડ ધારકોને આવકવેરા કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવી પડશે. એટલે કે, આવા PAN કાર્ડ ધારકોને બિન-પાન  કાર્ડ ધારકો તરીકે જ ગણવા આવશે સાથે જ તેમને આવકવેરા કાયદાની કલમ 272 બી હેઠળ 1000 રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.

ક્યાં PAN  જરૂરી છે

બેંક ખાતું ખોલવા, મ્યુચ્યુઅલ ફંડ અથવા શેરમાં રોકાણ કરવા અને રૂ .50,000 થી વધુના કેશ ટ્રાન્જેક્શન માટે PAN કાર્ડ આવશ્યક છે. જો તમે PAN ને આધાર સાથે લિંક કર્યુ છે, તો આવા તમામ નિષ્ક્રિય પેન કાર્ડ્સ ઓપરેટિવ થઈ જશે. આ લિંકિંગ એસએમએસ દ્વારા કરી શકાય છે.

આધાર

સાઇટ પર લિંક

આવકવેરા વેબસાઇટ સિવાય, PAN -આધારને https://www.utiitsl.com/ અથવા https://www.egov-nsdl.co.in/ પર પણ લિંક કરી શકાય છે.

આ સિવાય, PAN -આધારને એસએમએસ દ્વારા લિંક કરવા માટે, 567678 અથવા 56161 પર SMS  મોકલવો પડશે.

આ ફોર્મેટમાં કરો SMS

UIDAIPAN (12 અંકનો આધાર નંબર) સ્પેસ (10 અંકનો PAN ).

જો કોઇ પાસે આધાર કાર્ડ નંબર ABCDXXXXXXXXXX  અને PAN કાર્ડ નંબર ABCXXXXXXX છે તો SMSની રીત  “UIDAIPANABCDXXXXXXXXXX ABCXXXXXXX” હશે.

Read Also

Related posts

ગૌહત્યાની તરફેણમાં ભાજપના મંત્રીનો બફાટ: મટનથી વધારે ગૌમાંસ ખાઓ, ભાજપની વિચારધારાનું પડીકું વાળીને ફેંકી દીધું

Pravin Makwana

આટલી હોવી જોઈએ ઉંમર ત્યારે જ લખી શકશો વસિયત, હસ્તાક્ષર સહીત આ વાતોની રાખવું જોઈએ ખાસ ધ્યાન

Damini Patel

ઓગસ્ટમાં તહેવારોની વણજાર: શ્રાવણમાં આ તારીખે આવી રહ્યો છે ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!