GSTV
Home » News » કાર ખરીદવી છે તો અા છે ઉત્તમ સમય, મળી રહી છે અઢળક અોફરો

કાર ખરીદવી છે તો અા છે ઉત્તમ સમય, મળી રહી છે અઢળક અોફરો

હાલ તહેવારના દિવસોમાં જો તમે વાહન ખરીદવાનું મન બનાવી રહ્યાં છો તો આનાથી સારી તક મળશે નહીં અને શુભ કામ માટે નવરાત્રીથી સારી કોઈ તક નથી. એવામાં વાહન કંપનીઓ પણ ઑફર લઈને આવી છે તો તો વાત કંઈક અલગ છે. તહેવારની સિઝનમાં કંપનીઓએ માર્કેટમાં ડિસ્કાઉન્ટની ભરમાર થઈ રહી છે. કાર મોંઘી હોય કે સસ્તી બધી વસ્તુઓ પર બમ્પર ઑફર મળી રહી છે. આ સાથે જ કેટલીક કંપનીઓએ એક રૂપિયામાં વીમા કરાવવાની પણ ઑફર આપી છે. આવો જાણીએ આ કરારથી તમને શું ફાયદો મળશે.

નિસાનનો એક રૂપિયામાં વીમો

ગ્રાહકોને આકર્ષિત કરવા માટે નિસાન કંપનીએ એક રૂપિયામાં વીમાની શાનદાર ઑફર નિકાળી છે. આ સાથે જ તમને 40 હજાર રૂપિયાની એક્સચેન્જ ઑફર પણ અપાઈ રહી છે. ડટસન ગોની કાર પર કંપની દ્વારા 40 હજારનું ડિસ્કાઉન્ટ અપાઈ રહ્યું છે.

હ્યુન્ડઈ :  હ્યુન્ડઈની વાત કરીએ તો ઈયૉન પર 60 હજાર, આઈ ટેન ગ્રેડ પર 75 હજાર અને એક્સેન્ટ પર 90 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ અપાઈ રહ્યું છે. તો અલેન્ટ્રા પર સવા લાખથી વધુ તો ટ્યૂસૉન પર લગભગ દોઢ લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

મારૂતિ : મારૂતિએ પણ પોતાની સૌથી સસ્તી કાર ઑલ્ટો-800 પર 45 હજાર રૂપિયા, સલેરિયો પર 55 હજાર અને વેગન આર પર 65 હજાર રૂપિયા સુધીની ઑફર આપી છે.

ટાટા : ટાટા પોતાની કાર હૈક્સા પર 98 હજાર રૂપિયા, જેસ્ટ પર 83 હજાર, ટિયાગો પર 40 અને નેક્સૉન પર 57 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી ગ્રાહકોને આકર્ષિત કરવાના પ્રયત્નમાં છે. આ સિવાય પણ કેટલીક મોટી કંપનીઓએ દોઢ લાખથી 2 લાખ રૂપિયા સુધીની ઑફર આપવાનો દાવો કર્યો છે. બે પૈડાવાળા વાહનો પર સાડા 7 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો ટ્રેક્ટરો પર 50 હજાર સુધીના ડિસ્કાઉન્ટની સાથે અન્ય સુવિધાઓ પણ અપાઈ રહી છે.

Related posts

ભાજપ અને કોંગ્રેસના નેતાઓનો ગેંગરેપ, રિવોલ્વરની અણીએ કારમાં યુવતીને પીંખી નાખી

Nilesh Jethva

Video: ચીનમાં કોરોના વાયરસના દર્દીની હાલતમાં સુધાર, હોસ્પિટલની બહાર આવીને ખુશીથી નાચવા લાગ્યો સ્ટાફ

Arohi

અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષના નેતાને હટાવવાનો વિવાદ વધુ વકર્યો, શરૂ થયું આ આંદોલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!