GSTV
Fashion & Beauty Life Trending

સફેદ વાળને કાળા કરવા હોય તો અપનાવો આ ઘરેલુ ઉપાયો, થોડા દિવસોમાં જ જોવા મળશે અસરઃ કેમિકલી કાળા કરવાથી મળશે છૂટકારો

વાળ

આજકાલની ભાગદોડ ભરી જિંદગીમાં આહાર અને રહેણીકરણી લોકોની બદલાઈ ગઈ છે. પહેલાના જમાનામાં ઉંમર સાથે સફેદ વાળ આવતા હતા પરંતુ અત્યારે આહારમાં પણ એટલી બધી વિકૃતિ આવી ગઈ છે. ભેળસેળ થઈ ગઈ છે. તો સાથે ખરાબ જીવનશૈલી અને પ્રદૂષણના કારણે લોકોના વાળ ઉંમર પહેલા સફેદ થવા લાગ્યા છે. જેને પગલે સફેદ વાળને ઢાંકવા માટે કાળા કરવા માટે કેમિકલી વસ્તુઓનો ઉપયોગ વધી રહ્યો છે. જો તમે સફેદ વાળને કાળા કરવાનું વિચારી રહ્યા હોવ તો આ માટે કેમિકલ આધારિત વસ્તુઓને બદલે કુદરતી ઉપાયોનો આશરો લો. હા, કેટલાક કુદરતી ઉપાયો છે જેની મદદથી તમે તમારા સફેદ વાળની સમસ્યાને પણ ઘટાડી શકો છો. સફેદ વાળને કેવી રીતે કાળા કરી શકો છો.

આમળા અને મેથીનો હેરપેક તૈયાર કરો

સફેદ વાળને કાળા કરવા માટે આમળાં અને મેથીમાંથી બનાવેલ હેર પેકનો ઉપયોગ કરી શકો છો. આ માટે મેથી પાવડરમાં 3 ચમચી આમળાં પાવડર નાખીને મિક્સ કરો અને તેમાં થોડું પાણી ઉમેરી દેવું. આ મિશ્રણને વાળમાં લગાવીને 40 મિનિટ સુધી રહેવા દેવું. એ પછી પાણીથી માથું ધોઈ નાંખવું. આમળાં અને મેથીના પેકથી તમારા માથામાંથી ડેન્ડ્રફ પણ દૂર થશે અને થોડા દિવસો સુધી આમ કરવાથી સફેદ વાળથી છુટકારો મળશે.

કાળી ચા ઉકાળેલા પાણીથી પગ ધોવા

વાળને કાળા કરવા માટે કાળી ચાનું ઉકાળેલું પાણી ખૂબ જ ફાયદાકારક છે. આવું દ્રાવણ તૈયાર કરવા માટે પહેલા તો એક કપ પાણી લઈને તેમાં 2 ચમચી ચાના પાન ઉમેરી તેને સારી રીતે ઉકાળો, હવે આ પાણીને ઠંડુ થવા દો. આ પછી તમારા પગને આ પાણીથી ધોઈ લો, દરરોજ આમ કરવાથી તમારા વાળ કાળા થઈ જશે અને સફેદ વાળથી છુટકારો મળશે.

વાળ

મેંદી અને કોફીનું હેર માસ્ક બનાવો

મેંદી અને કોફી પણ સફેદ વાળ માટે અકસીર ઈલાજ છે. તેનાથી પણ ઘણાં લોકોને અસર જોવા મળે છે. મહેંદી અને કોફીનો હેર માસ્ક વાળને કાળા કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ માટે એક કપ પાણીમાં એક ચમચી કોફી ઉકાળો અને પછી તેને ઠંડુ થવા માટે છોડી દો. હવે તેમાં મેંદી પાવડર મિક્સ કરો. આ મિશ્રણને તમારા વાળમાં લગાવો અને થોડી વાર રહેવા દો. હવે 40 મિનિટ પછી વાળને ધોઈ લેવા. એનાથી તમારા વાળ પણ કાળા દેખાશે.

Read Also

Related posts

દિલ્હી એમસીડી ચૂંટણી 2022: ”રેપિસ્ટ હવે થેરાપીસ્ટ બની ગયા છે’, સત્યેન્દ્ર જૈનના મસાજ વાળા વીડિયો પર જેપી નડ્ડાનો ટોણો

GSTV Web Desk

રિલેશનશીપ / પાર્ટનર સાથે લગ્નની વાત કરતા અચકાઈ રહ્યાં છો, અપનાવો આ 4 ટ્રીક

Akib Chhipa

FD Rates / ખાનગી બેંકે ફિક્સ ડિપોઝિટના રેટમાં કર્યો વધારો, જાણો નવા રેટ

Hardik Hingu
GSTV