તમે પણ જો શરદી-ઉધરસને જેમ-તેમ સમજતા હોય તો સુધરી જાજો, એવાં અંગો ગુમાવશો કે…

બ્રિટનમાં હેમ્પશાયરના વિનચેસ્ટર શહેરનાં રહેવાસી એલેક્સ લેવિસ (34) નામનાં એક માણસને પ્રથમ શરદી ઉધરસ હતું, અને થોડા સમય પછી તેને તાવ આવવનો શરૂ થયો. તેણે વિચાર્યું કે તે આ બધુ સામાન્ય છે, પરંતુ થોડીવાર પછી તેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ અને તેની ચામડી કાળી થઈ ગઈ. ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2013માં ઉધરસ થવાથી લેવિસની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. લેવિસની સ્થિતિ એટલી બગડી ગઈ કે તેને તેના ત્રણ અંગો ગુમાવવા પડ્યા છે અને મુખનો પણ કેટલોક ભાગ ખૂબ ખરાબ થઈ ગયો છે.

શરદી ઉધરસ પછી લેવિસને તાવ આવ્યો હતો અને મૂત્રમાં પણ લોહી આવા લાગ્યું. તેના પછી તેની ચામડી કાળી પડતી હતી અને આંખો બંધ થવા લાગી. એક તબક્કે ડોક્ટરોએ કહ્યું હતું કે એની બચવાની સંભાવના ફક્ત 3 ટકા જ છે. તેમ છતાં તે બચી ગયો હતો પરંતુ મૃત્યુથી તેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. જો કે, જ્યારે લેવિસને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે તે કોમામાં ચાલ્યો ગયો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter