GSTV

વાંચી લેજો/ દર મહિને ઘર ખર્ચ માટે પૈસા ટ્રાન્સફર કરો છો તો પત્નીને આવી શકે છે ઇનકમ ટેક્સની નોટિસ, જાણો શેના પર ચુકવવો પડશે ટેક્સ

ટેક્સ

કોરોના સંકટ વચ્ચે લોકોની શૉપિંગની રીત બદલાઇ છે તો પેમેન્ટના ઓપ્શન્સમાં ઘણો ફેરફાર થયો છે. હવે લોકો મોટાભાગની વસ્તુઓ માટે ડિજિટલ પેમેન્ટ કરી રહ્યાં છે જેથી કોઇના સંપર્કમાં આવવાથી બચી શકાય. હાલના માહોલમાં લોકો રોજિંદા જીવનની વસ્તુઓ માટે પણ ઑનલાઇન શૉપિંગ અને ડિજિટલ પેમેન્ટ કરી રહ્યાં છે. તેવામાં સવાલ એ છે કે શું પત્નીને ઇનકમ ટેક્સ નોટિસ (Income Tax Notice) આવી શકે છે? અથવા તો તમે આ પૈસાને ગિફ્ટ મની ગણાવીને ટેક્સ ડિડક્શનનો લાભ લઇ શકો છો? ચાલો તમને જણાવીએ વિગતે…

જો પતિ પાસેથી મળેલા પૈસાનું રોકાણ કર્યુ હશે તો લાગશે ઇનકમ ટેક્સ

જો તમે ઘર ખર્ચ માટે દર મહિને પૈસા આપો છો અથવા ગિફ્ટ તરીકે રકમ આપો છો તો પત્ની પર ઇનકમ ટેક્સ(Income Tax)ની જવાબદારી નથી બનતી. આ બંને પ્રકારની રકમ પતિની ઇનકમ તરીકે ગણવામાં આવશે. પત્નીએ તેના પર કોઇ ટેક્સ ચુકવવાનો નથી. સરળ ભાષામાં કહીએ તો આ રકમ માટે પત્નીએ આવકવેરા વિભાગની કોઇ નોટિસ નહી આવે. પરંતુ જો પત્ની આ પૈસાનું વારંવાર ક્યાંક રોકાણ કરે છે અને તેનાથી તેની આવક થાય છે તો થતી આવકની ગણતરી વર્ષોવર્ષના આધારે પત્નીની ઇનકમ માનવામાં આવશે, જેના પર ટેક્સ ચુકવવો પડશે.

ગિફ્ટમાં આપેલા પૈસા પર નહી મળે ટેક્સ છૂટ

ઇનકમ ટેક્સ કાયદા અનુસાર, જો તમે તમારી ઇનકમથી અલગ પોતાની પત્નીને ગિફ્ટ તરીકે પૈસા આપે તો તે કાનૂની રૂપે ખોટુ નથી. જો કે તેના પર તમને કોઇપણ પ્રકારની ટેક્સ છૂટનો લાભ નહી મળે. ઇનકમ ટેક્સ કાયદા અંતર્ગત આવક ઉપરાંત જો તમે ગિફ્ટ તરીકે પત્નીને પૈસા આપો તો તે તમારી કમાણી જ માનવામાં આવશે અને તેના પર ટેક્સ ચુકવવો પડશે. હકીકતમાં સ્પાઉસ રિલેટિવ્સની કેટેગરીમાં કવર થાય છે. તેવામાં આ પ્રકારના ગિફ્ટ ટ્રાન્જેક્સનને લઇને કોઇ ટેક્સ નથી લાગતો.

રોકાણ બાદ પણ નથી ITR ફાઇલ કરવાની જરૂર

જો તમે તમારી પત્નીના એકાઉન્ટમાં દર મહિને કેટલીક અમાઉન્ટ નાંખો છો અને તે પૈસાને સિપ (SIP) દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહી છે. તેણે આ પૈસા પર ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની જરૂર નથી અને તેણે ટેક્સ પણ ચુકવવો નહી પડે. આ પૈસાના રોકાણથી થતી આવક પતિની ટેક્સેબલ ઇનકમમાં જોડાઇ જશે. જો કે રોકાણથી થયેલી કમાણીને ફરીથી લગાવીને થતી આવક પર પત્નીએ ઇનકમ ટેક્સ ચુકવવો પડશે. જો કે અહીં તે ધ્યાન રાખવુ પડશે કે કોઇપણ પ્રકારની આવક પર ITR ફાઇલ કરવુ યોગ્ય છે.

Read Also

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!