કોરોના વાઇરસ પર લગાવવા માટે રસી જ એકમાત્ર હથિયાર છે. તેની જરૂરિયાતને જોતા ભારતમાં પણ હવે 1 મેના રોજથી 18 વર્ષના ઉપરના લોકોને રસી લગાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે રસીને લઇ લોકોના મનમાં અત્યારે પણ અનેક પ્રશ્નો છે. જેમ કે રસી લીધા પહેલા કોરોનાના લક્ષણ દેખાય, તો શું કરવું જોઇએ. અથવા રસીની પ્રથમ ડોઝ લીધા પછી કોરોના થઇ જાય, તો શું કરવું જોઇએ. હેલ્થ એક્સપર્ટથી જાણીએ આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ…

અમેરિકાના જોન્સ હોપકિંસ સેન્ટર ફોર હેલ્થ સિક્યોરિટીમાં ચેપી રોગના વિશેષજ્ઞ ડોક્ટર અમેશ અદલજાએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે COVID-19 થવા અથવા તેના લક્ષણ દેખાવા પર વેક્સિન અપોઇન્ટમેન્ટ ટાળી દો. તેના પાછળનું કારણ એ છે કે તમારો ચેપ વેક્સિન સેન્ટર પર બીજાને ના લાગે.
રસીની અપોઇન્ટમેન્ટ આપતા પહેલા સ્વાસ્થ્ય સંબંધિત અનેક પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે. આ ઉપરાંત રસીકરણ સેન્ટર પર અંદર જતા પહેલા વ્યક્તિની સ્ક્રીનિંગ કરવામાં આવે છે. કોઇ પણ પ્રકારના લક્ષણ દેખાતા ડોક્ટર પોતે પણ તમારી અપોઇન્ટમેન્ટ કેન્સલ કરી શકે છે.
CDCની ગાઇડલાઇન મુજબ COVID-19ના દર્દીઓને રસી લેવા માટે ત્યાં સુધી રાહ જોવી જોઇએ, જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે સ્વસ્થ ના થઇ જાય અને આઇસોલેશનમાંથી બહાર ના આવી જાય.

બે ડોઝ વચ્ચે સંક્રમિત થવા પર શું કરવું
ઘણાં લોકો રસીની એક ડોઝ લીધા પછી પણ સંક્રમિત થઇ જાય છે. આવી સ્થિતિમાં તમે તમારી બીજી ડોઝની તારીખ 3-4 અઠવાડિયા માટે આગળ વધારો દો. આ અંગે તમારા ડોક્ટરનો સંપર્ક જરૂર સાધો અને ડોઝ પર તેમની સલાહ લો.
સ્ટડી મુજબ રસીની પ્રથમ ડોઝ લીધા પછી જો કોઈ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય છે, તો તેને સાજા થયા પછી પણ કેટલાક અઠવાડિયા સુધી બીજો ડોઝ ના લેવી જોઇએ. ન્યૂ ઇન્ગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનની નવી સ્ટડી મુજબ COVID-19થી સાજા થયા પછી દર્દીઓને ઓછામાં ઓછા ત્રણ મહિના પછી રસી લેવી જોઇએ. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે તેનાથી શરીરમાં એન્ટીબોડી મજબૂત અને વધારે દિવસ સુધી રહે છે.
Read Also
- આંધ્રપ્રદેશમાં સીએમ જગમોહનના કાકાની મર્ડર મિસ્ટ્રી શું ચૂંટણીના પરિણામો બદલી શકશે?
- અમેરિકામાં રહે છે વિશ્વની સૌથી ઉંમરલાયક મરઘી, આ છે તેની વધુ ઉંમરનું કારણ, જાણશો તો નવાઈ લાગશે
- મોટા સમાચાર / કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો પાસેથી માંગ્યા રિપોર્ટ, ખેડૂતોને વળતર મળવાની આશા
- 28 માર્ચના રોજ જોવા મળશે આકાશમાં આ ઘટના, સૂર્ય આથમતી વખતે દુરબીન હોય કે ના હોય તૈયાર રહેજો
- રાજકારણ / મમતા-અખિલેશ જોડાણ મુદ્દે કોંગ્રેસનો અહંકાર, કોંગ્રેસ વિના વિપક્ષનો કોઈ મોરચો શક્ય નથી!