GSTV

આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો થાક લાગતો હોય તો IPLમાં ના રમશો : કોહલીની ફરિયાદ પર કપિલનો જવાબ

Last Updated on February 28, 2020 by Bansari

ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડર અને ૧૯૮૩માં સૌપ્રથમ વિશ્વ કપ જીતનારી ટીમના કેપ્ટન કપિલ દેવે કહ્યું છે કે, જો ભારતીય ક્રિકેટરોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત કાર્યક્રમનો થાક લાગતો હોત તો તેમણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ના રમવું જોઈએ. કપિલની આ કોમેન્ટને ભારતીય કેપ્ટન કોહલીએ ન્યૂઝીલેન્ડ પ્રવાસે પહોંચતાની સાથે કરેલી વ્યસ્ત કાર્યક્રમની ફરિયાદનો જવાબ માનવામાં આવી રહી છે.

ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણી પુરી કર્યાના ગણતરીના કલાકોમાં ન્યૂઝીલેન્ડ પહોંચ્યા બાદ કોહલીએ કહ્યું હતુ કે, હવે એ દિવસો દૂર નથી કે, જ્યારે ટીમો સીધી મેદાનમાં ઉતરશે અને મેચ રમશે. કપિલ દેવે કહ્યું કે, જો તમને લાગતું હોય કે સતત ક્રિકેટથી તમે થાકી-કંટાળી ગયા છો તો આઇપીએલમાં ના રમશો. આઇપીએલમાં તમે કંઈ તમારા દેશનું પ્રતિનિધિત્વ કરતાં હોતા નથી. એટલે જો તમને થાક લાગતો હોય તો તમે આઇપીએલમાં બ્રેક લઈ શકો છો. જ્યારે તમે દેશ માટે રમો છો, ત્યારે એક અલગ જ જોશ તમારી અંદર દોડતું હોય છે.

આખા બોલા ક્રિકેટર તરીકેની ઓળખ ધરાવતા કપિલે ઊમેર્યું જ્યારે દેશ માટે રમવા ઉતરો, ત્યારે તમારે દિલથી ૧૦૦ ટકા સારા દેખાવ માટે પ્રયાસ કરવાનો હોય છે. ફ્રેન્ચાઈઝી ક્રિકેટને કારણે દેશ માટે રમતી વખતે ખેલાડીના પર્ફોમન્સ પર અસર થવી ન જોઈએ.

Read Also

Related posts

મ્યુનિ. કોર્પોરેશનનું અણધડ આયોજન, કોટ વિસ્તારમાં AMTSના અનેક પીકઅપ સ્ટેન્ડ ગાયબ થઈ ગયા!

Harshad Patel

આત્મનિર્ભરતા / સરકારી અધિકારીઓ ફીફા ખાંડતા રહ્યા, ખેડૂતોએ પાંચ લાખ ખર્ચીને બે કિલોમીટરનો રસ્તો જાતે તૈયાર કર્યો

pratik shah

Agrotechnology / મગફળીના મબલખ ઉત્પાદનમાં મદદ કરશે આ બેક્ટેરીયા, ગુજરાતની આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું નવું સંશોધન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!