GSTV

Whatsapp પર આ વીડિયો જોશો તો 10 જ સેકન્ડમાં તમારો ફોન થઇ જશે હેક, ભૂલથી પણ શેર ના કરતાં આ મેસેજ

otp

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જ્યાં એક તરફ યુઝર્સને પરસ્પર કનેક્ટ કરવાનું કામ કરે છે, ત્યાં બીજી તરફ તેના પર આવનારા ફેક મેસેજીસ મોટી પરેશાની બનેલા છે. મેસેજિંગ સર્વિસ Whatsapp પર આજકાલ એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે Whatsapp પર આવેલો એક વીડિયો જો તમે જોશો તો ફક્ત 10 સેકેન્ડમાં તમારી એન્ડ્રોઇડ ડિવાઇસ અથવા iphone હેક થઇ જશે. Whatsapp ગ્રુપ્સમાં આ મેસેજ શેર કરી યુઝર્સને ડરાવવામાં આવી રહ્યાં છે.

હેક થઇ જશે તમારો ફોન

ફોન હેક કરનારા વીડિયોનું નામ ‘India is doing it’ જણાવવામાં આવી રહ્યું છે. Full Fact અનુસાર આ મેસેજમાં લખ્યું છે, તેમણે Whatsapp પર એક વીડિયો શેર કરવાનું શરૂ કર્યુ અને દેખાડી રહ્યાં છે કે ભારતમાં કોવિડ-19 કેવી રીતે ઓછો થઇ રહ્યો છે. આ ફાઇલનું નામ ‘India is doing it’ છે અને તેને ઓપન ના કરો, તે તમારો ફોન ફક્ત 10 સેકેન્ડમાં હેક કરી શકે છે અને તેને કોઇપણ રીતે રોકી શકાય તેમ નથી.

સંપૂર્ણપણે અફવા છે આ મેસેજ

વાયરલ મેસેજના અંતમાં કહેવામાં આવ્યું છે કે આ એલર્ટને પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી સુધી પહોંચાડો અને આ વીડિયો વિશે ટીવી ન્યૂઝમાં પણ જણાવવામાં આવી ચુક્યુ છે. ફેક્ટ ચેકિંગ સર્વિસ Boomનું કહેવુ છે કે આ મેસેજ પૂરી રીતે ફેક અને સંપૂર્ણપણે અફવા છે. આવો જ મેસેજ 2020ની શરૂઆતમાં વાયરલ થઇ રહ્યો હતો પરંતુ ત્યારે ભારતના બદલે આર્જેન્ટિનામાં તેને શેર કરવામાં આવ્યો હતો. હાલ કોઇ પુરાવા નથી કે આવા વીડિયોથી હેકિંગ થઇ રહી છે અથવા તો ક્યારેય કરવામાં આવી છે.

Whatsappનો આ ફેક મેસેજ ના કરો શેર

Whatsapp પર આવનારા આવા ફેક મેસેજનો હેતુ તેને વધુમાં વધુ ફોરવર્ડ કરવાનો હોય છે. તેવામાં કોઇ મેસેજની હકીકત જાણ્યા વિના તેને ફોરવર્ડ અથવા શેર કરવાથી બચવુ જોઇએ. જો તમે કોઇ મેસેજની હકીકત જાણવા માગતા હોવ તો તેની ટેક્સ્ટ ગૂગલ સર્ચ કરી શકો છો. અહીંથી જ તમને તેની હકીકત જાણવા મળશે કે મેસેજમાં કરવામાં આવેલા દાવામાં કેટલો દમ છે. જણાવી દઇએ કે ફેક મેસેજ શેર કરીને તમે અન્ય લોકોને પણ જુઠ્ઠાણાની જાળમાં ફસાવી રહ્યા છો. તેથી આવા મેસેજ શેર કરવાથી બચો.

Read Also

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!