GSTV
Home » News » આ જુઓ તો સમ ખાઇ લો પણ પાણીપુરી નહીં ખાઓ, વડોદરામાં GSTVનું રિયાલિટી ચૅક

આ જુઓ તો સમ ખાઇ લો પણ પાણીપુરી નહીં ખાઓ, વડોદરામાં GSTVનું રિયાલિટી ચૅક

વડોદરામાં પાણીજન્ય રોગચાળા બાદ આરોગ્ય વિભાગની ટીમે તવાઇ બોલાવી છે. જેમાં પાણીપુરીમાં વપરાતી તમામ ચીજોનો નાશ કર્યો હતો. સાથે અત્યંત ગંધાતા વિસ્તાર ગંદકી વચ્ચે પાણીપુરી તૈયાર કરતા પરપ્રાંતિય શખ્સોના ઘરે જઇને જ્યારે તપાસ કરી હતી.

  • કાર્યવાહીમાં સડેલા બટાકાં, સડેલા ચણા અને માખીઓનો વસવાટ હતો
  • પુરી બનાવવાના લોટમાં પણ જીવાતો વણાતી હતી
  • ઉઘાડા પગે રખડતા આ લોકો ગંદા હાથે અને પગે પાણીપુરીનો લોટ પણ બાંધે છે
  • હાથ ધોયા વિના પાણીપુરી પણ તૈયાર કરતા હોય છે
  • ન જાણે રોજ નહાતા હશે કે કેમ તેની ખબર નથી

આ તો નજરે પડે એવી ગંદકી છે. તે ઉપરાંત આ લોકો જે વિસ્તારમાં રહે છે ત્યાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી છે. આમ છતાં લોકોને આવી ગંધાતી સડેલી પાણીપુરી કેમ ભાવે છે. ત્યારે હવે તંત્રએ તવાઇ બોલાવી છે અને  પાણીપુરી પર પ્રતિબંધ લાદી દીધો છે. સાથે તપાસમાં આવી સડેલી ચીજોનો સ્થળ પર જ નાશ કરવાની કામગીરી કરી છે. અંદાજ મુજબ વડોદરામાં 700 કરતા વધુ પરપ્રાંતીઓ દ્વારા છૂટક લારી મારફતે પાણીપુરીનું વેચાણ કરતા હતા. તેમા મોટા ભાગના લોકો  પર  સેવાસદને તવાઈ બોલાવી છે.

જેના કારણે વડોદરા મહાનગર સેવા સદને ત્રણ જ દિવસમાં પાણીપુરીવાળા પર જે તવાઇ બોલાવી છે તે જો આગળ પણ ચાલુ રહેશે તો ચોક્કસ પણે સંપૂર્ણપણે પાણીપુરી વેચાતી બંધ થઇ જશે.

  • છેલ્લા 3 દિવસમાં 30 હજાર નંગ પુરીનો નાશ
  • 6500 કિલો પાણીપુરીનું પાણી, ચણા, બટાકાં, ડુંગળી અને લોટનો પણ નાશ

જે સ્થળ પર પાણી પુરીની પુરી બનાવવામાં આવતી હતી. પાણીપુરીની અન્ય બનાવટો તૈયાર કરાઇ હતી. તે જે સ્થિતીમાં તૈયાર કરાઇ હતી. તેને લઇને સ્થળ પર જ કાર્યવાહી કરતા પાણીપુરી વેચતા ભૈયા સાથે આરોગ્ય વિભાગની ટીમની તુતુ મેમે પણ થઇ હતી. જનતાએ પણ જો પાણીપુરી ક્યાં બને છે તે જાણવું હોઈ તો આ સ્થળે મુલાકાત કરવી જોઈએ.

  • આરોગ્ય વિભાગે આ વિસ્તારમાં દરોડાની કામગીરી કરી હતી
  • હુજરાત પાગા, હાથીખાના, તુલસીવાડી, સમા, છાણી ગામ
  • ખોડીયાર નગર, નવા યાર્ડ, વારસિયા નરસિંહ ટેકરી
  • સુદામાનગર, તુલસીની ચાલી
  • ઉપરાંત શનિવારે ગોત્રી રોડ, વાસણા રોડ, ગદાપુરા
  • અન્ય વિસ્તારના 60 જેટલા પાણીપુરી બનાવતા યુનિટોમાં છેલ્લા ત્રણ દિવસમાં ચેકીંગ

ત્યારે હવે લોકો એ જ સમજીને પાણીપુરી વેચતા નાહ્યા ધોયા વિના આવા શખ્સો જે ટોયલેટ જઇને હાથ  પણ ન ધોતા હોય તેવા શખ્સો પાસેથી પાણીપુરી ખાવાનું બંધ કરી દેવું જોઇએ. જેથી તંત્ર દ્વારા મુકાયેલો પ્રતિબંધ સજ્જડ રીતે લાગૂ કરી શકાય..

જુઓ આ પણઃ GSTVનો પાણીપુરીનો રિયાલિટી ચૅક: ભૈયાજી ટોયલેટ જઈને હાથ નથી ધોતા, પાણીમાંથી માખી કાઢી

Related posts

અયોધ્યા કેસના ચુકાદા પહેલાં યુપી સરકારની તૈયારી, પોલીસ અધિકારીઓની રજા આ તારીખ સુધી રદ્દ

Bansari

ચોર નોટો ગણવામાં એટલો વ્યસ્ત હતો કે બંદૂક મૂકી નીચે, પછી મહિલા ભણાવ્યો એવો પાઠ કે….

pratik shah

2019ની ધનતેરસ છે ખૂબ ખાસ, આવુ કરવાથી તમારા ઘરમાં રહેશે ધનનો ભંડાર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!