વ્યંઢળે કર્યો સંબંધ બનાવવાનો ઇનકાર તો આ વ્યક્તિએ એવું કર્યું કે વાંચશો તો ચોંકી જશો

સમયની સાથે માણસની વિચારસરણી અને માનસિકતાનું સ્તર પણ બદલાય રહ્યું છે. સમય સાથે ખુદને બદલવું સારી વાત છે. પરંતુ નીચલા સ્તરની માનસિકતા દાખવવી એ કેટલું યોગ્ય છે. માણસની હલકી કક્ષાની માનસિકતાનાં ઘણાં કિસ્સા સામે આવે છે. આવા કિસ્સા આપણાં બાળકોનાં ભવિષ્ય માટે સારા નથી. દિલ્હીમાં માણસાઈને લજવે તેવી એક ઘટના બની છે. આ ઘટના વિશે સાંભળીને તમને આશ્ચર્યની સાથે ગુસ્સો આવશે. દિલ્હીનાં નિઝામુદ્દીન પોલીસ સ્ટેશન એરિયામાં એક કિન્નરે યુવક સાથે સંબંધ બાંધવાની ના પાડી.

ત્યારબાદ આ નરાધમે ગોળી મારીને કિન્નરની હત્યા કરી નાંખી. ઘાયલ કિન્નરને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ ઘટના દિલ્હીનાં બારાપૂલા ફ્લાય ઓવર બ્રિજ પાસે બની છે. ઘાયલ કિન્નર એઇમ્સ ટ્રોમાં સેન્ટરમાં સારવાર લઈ રહ્યો છે. નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનનાં અધિકારીએ જણાંવ્યું છે કે, આ ઘટના સંદર્ભે સુંદર ભાટી ગેંગનાં સાગરીત ત્રિલોકપુરીને ઝડપી લેવાયો છે.

પોલીસે જણાંવ્યું છે કે આરોપી કેબ ચલાવે છે. તેણે પોલીસ પર બંદુક ચલાવવનો પ્રયત્ન કર્યો હતો. જે માટે તેણે પિસ્તલ પણ કાઢી હતી. દક્ષિણ-પૂર્વ જિલ્લા DCP ચિન્મય બિશ્વાલે કેસની માહિતી આપતા જણાંવ્યું છે કે,20 જાન્યુઆરીની રાત્રે બારાપૂલા ફ્લાયઓવર બ્રિજ પર યુવતિને ગોળી મારવાની સુચનાં પોલીસને મળી હતી. ત્યારે પોલીસ તુરત જ ઘટનાસ્થળ પહોંચી હતી.

પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે અજાણી વ્યક્તિએ કિન્નરને હોસ્પિટલે ખસેડ્યો હતો. હાલમાં પીડિત બયાન આપી શકે તેવી સ્થિતીમાં નથી. જ્યારે પીડિત ભાનમાં આવશે ત્યારે પોલીસ તેનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરશે. પોલીસે આરોપીને ઝડપીને જેલ પાછળ ધકેલી દિધો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter