નવા વર્ષની શરૂઆત થઇ ગઈ છે અને ઘણા લોકો પૈસાની બચત કરવા માટે મોટા ફાયદાનો જુગાડ શોધી રહ્યા છે. શેર બજારમાં પૈસા લગાવવું બધાની બસની વાત નથી, કારણ કે ત્યાં જોખમ ખુબ જ વધુ હોય છે અને સમજ પણ ઓછી પડે છે.
અમે તમને આ સમસ્યાનો ઉકેલ જણાવીએ. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફમાં રોકાણ કરીને તમે સરળતાથી મોટું વળતર મેળવી શકો છો. આ સંપૂર્ણપણે સરકાર દ્વારા સંચાલિત યોજના છે, જેના કારણે તેમાં કોઈ જોખમ નથી અને સરકાર તેના વ્યાજ દર ત્રિમાસિક ધોરણે આપે છે. આ વ્યાજ તમને ગેરંટી તરીકે આપવામાં આવે છે. આ સ્કીમમાં દર મહિને એક હજાર રૂપિયાનું રોકાણ કરીને તમે 12 લાખનો નફો મેળવી શકો છો.

હાલ તમને કેટલું વ્યાજ મળે છે
સરકાર દર ક્વાર્ટરમાં PPF પર વ્યાજ દરો નક્કી કરે છે. તે સામાન્ય રીતે 7 થી 8 ટકા વચ્ચે રહે છે. હાલમાં તેના પર 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે આ વ્યાજ દર વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજમાં રૂપાંતરિત થાય છે અને તમારું વળતર મોટું બની જાય છે. જો જોવામાં આવે તો, આ સ્કીમમાં કોઈપણ બેંક FD કરતા વધુ વ્યાજ મળી રહ્યું છે.
ABCDની યોજના શું છે
તમે દર મહિને ઓછામાં ઓછા રૂ. 500ના રોકાણ સાથે PPFમાં રોકાણ શરૂ કરી શકો છો અને મહત્તમ રોકાણ વાર્ષિક રૂ. 1.5 લાખનું કરી શકાય છે. તેની પાકતી મુદત પણ 15 વર્ષની છે. આથી, તે તમને લાંબા ગાળે મોટો કોર્પસ બનાવવામાં મદદ કરે છે. જો તમે ઇચ્છો તો તમે પાકતી મુદત પર રોકાણની રકમ ઉપાડી શકો છો અથવા તેને બીજા 5 વર્ષ માટે રહેવા દઈ શકો છો, જેના પર તમને વ્યાજ મળતું રહેશે.

વળતરનું ગણિત આ રીતે સમજો
જો તમે દર મહિને રૂ. 1,000નું રોકાણ કરો છો, તો તમે 15 વર્ષમાં રૂ. 1.80 લાખનું રોકાણ કરશો. તેના પર વર્તમાન દરે 1.45 લાખનું વ્યાજ મળશે અને કુલ રકમ 3.25 લાખ થશે. તેને વધુ 5 વર્ષ માટે છોડી દો, પછી તમારું કુલ રોકાણ 2.40 લાખ થશે અને વળતર 2.92 લાખ સુધી પહોંચી જશે. હવે રકમ ઉપાડવા પર તમને કુલ 5.32 લાખ રૂપિયા મળશે. આ રકમ ઉપાડવાને બદલે, તમે 5-5 વર્ષ માટે ફરીથી રોકાણ કરો, તો તમારું કુલ રોકાણ 3.60 લાખ થશે, પરંતુ વ્યાજ 8.76 લાખ સુધી પહોંચી જશે. મેચ્યોરિટી પર તમને 12.36 લાખ રૂપિયા મળશે.
Read Also
- ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટને લઈને અદાણીએ લીધો મોટો નિર્ણય, આ વર્ષ પછી જ કરશે રોકાણ
- મહાભારતના યુદ્ધમાં વપરાયેલા દૈવી શસ્ત્રો, તેમાંથી એક બ્રહ્મશિરાને લીધે અશ્વત્થામા હજુ પણ ભટકી રહ્યા છે!
- ઉનાળામાં ઘરે બનાવો મેંગો જામ, સ્ટોર કરી આખું વર્ષ તેનો આનંદ લો
- Gufi Paintal Death/ 10 ફિલ્મો અને 16 સિરિયલ્સમાં કર્યું કામ, મહાભારતમાં શકુની બનીને ઉભી કરી ઓળખ
- wrestlers-protest: રેલવેની નોકરી પર પરત ફર્યા બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકઃ આંદોલનમાંથી પીછેહઠનો કર્યો ઈન્કાર