GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

મળી ગયું એ EVM જ્યાં કોઈ પણ બટન દબાવો તો મત ભાજપને જ જાય, મતદાન ક્ષેત્રનું નામ જાણી ચોંકી ઉઠશો

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇ.વી.એમ.) પર કોઇ પણ બટન દબાવો તો તમારો મત કમળ ઉપર જ પડશે એવી આંચકાજનક માહિતી પ્રકાશમાં આવી છે. સતારા જિલ્લાના નવેલવાડી ગામમાં મતદાન કેન્દ્ર પર ઇ.વી.એમ.નું કોઇપણ બટન દબાવવામાં આવે તો કમળ પર મત જાય છે. આ અંગે ગામવાસીઓએ ફરિયાદ કર્યા બાદ ઇ.વી.એમ બદલવામાં આવ્યું હતું. જો કે મતદાન કેન્દ્ર પરના અધિકારીએ આ મામલે માન્ય રાખ્યું હતું. મહારાષ્ટ્રની 14મી વિધાનસભાની ચૂંટણીની મતદાન સહિત સાતારામાં લોકસભાની પેટા ચૂંટણીની પ્રક્રિયા સોમવારે પાર પડી હતી. દરમિયાન સાતારાના કોરેગાંવ મતદાર ક્ષેત્રમાં મહત્વની ટક્કર હતી.

evm strong room

આ મતદાર ક્ષેત્રમાં નવલેવાડી કેન્દ્રમાં ઉપરોક્ત બનાવ બન્યો હતો. મતદારે એન.સી.પી.ના ઉમેદવારને મતદાન કર્યું હતું પણ વી.વી. પેટમાં કમળનું ચિહ્ન જોયું એટલે કે મત ભાજપના ઉમેદવારને જતો હોવાનું અમુક ગામવાસીઓના ધ્યાનમાં આવ્યું હતું. આ સવારે 11 વાગે ધ્યાનમાં આવ્યું હતું તે દરમિયાન 291 થી વધુ મતદાન કરી ચૂક્યા હતાં. મતદાન કેન્દ્ર પરના અધિકારીને આ બાબતે ફરિયાદ કરી હતી. તેમજ નારાજગી વ્યક્ત કરીને હોબાળો મચાવ્યો હતો. શરૂઆતમાં ગામવાસીની ફરિયાદ સામે મતદાન અધિકારીએ દુર્લક્ષ સેવ્યું હોવાનું ગામવાસીઓ કહેતા હતા.

evm strong room

આ મામલે આક્રમક થયેલા ગામવાસીઓને શાંત પાડવા પોલીસને મધ્યસ્થી કરવી પડી હતી. દરમિયાન અહીં થોડોક સમય તંગદીલી વ્યાપી હતી. આખરે મતદાન કેન્દ્ર પરના અધિકારીએ આ બાબતે દખલ  લેવી પડી હતી. અને ઇ.વી.એમ મશીનની ચકાસણી કરી તો મશીનમાં ખરાબ હોવાનું તેમને માન્ય કર્યું હતું. ત્યારબાદ મતદાન કેન્દ્ર પરની તંગદીલી દૂર થઇ હતી. 

Chandni Chowk evm

ઉલ્લેખનીય છે કે ઇ.વી.એમ મશીન બાબતે કોઇપણ વિરોધ કરશે તો તેની સામે કાર્યવાહી થશે એવો ફતવો ચૂંટણી કમિશનરે બહાર પાડયો હતો. પરંતુ સાતારામાં ઇ.વી.એમ મશીન સાથે ચેડા થયું તેનું શું? એવો પ્રશ્ન નિર્માણ થાય છે. મનસેનાના રાજ ઠાકરે ઇ.વી.એમ મશીનનો વિરોધ કરતા હતાં. તેના બદલે બેલેટ પેપરથી મતદાન કરાવવું જોઇએ. એવો આગ્રહ સુદ્ધા ધર્યો હતો.

READ ALSO

Related posts

પાદરા તાલુકામાં ડીજે સાઉન્ડ સિસ્ટમ અને લાઈટીંગના સંચાલકોઓ ઉતર્યા ભૂખ હડતાલ પર, તંત્રને કરી આ રજૂઆત

pratik shah

અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે કરવા ઇચ્છો છો દાન? એક ક્લિકે જાણો ઑનલાઇન પ્રોસેસ

Bansari

ટોક્યો પેરાલિમ્પિક્સ નિયત સમય મુજબ જ યોજાશે, કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરાશે નહીં

Karan
Do NOT follow this link or you will be banned from the site!