પતંગોત્સવના નામે માત્ર ધુમાડો અને ધુમાડો, આ ખર્ચાની યાદી જોઈશો તો ચીડાઈ જશો

રાજ્ય સરકારે પતંગોત્સવના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો છે. સરકારે વિધાનસભામાં આપેલા જવાબ મુજબ વર્ષ 2018 અને 2019માં 10 જગ્યાઓ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પાછળ વર્ષ 2017-18માં કુલ 823.75 લાખ જ્યારે 2018-19 માં 887.19 લાખનો ખર્ચ સરકારે કર્યો. બંને વર્ષે માત્ર 339 વિદેશી મહેમાનોએ ભાગ લીધો હતો. આમ છેલ્લા બે વર્ષમાં પતંગોત્સવ પાછળ સરકારે 13 કરોડ 93 લાખ 90 હજાર 84 રૂપિયાનો ખર્ચ કર્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter