GSTV
Home » News » યાત્રી કૃપ્યા ધ્યાન દે.! સુરત રેલવે સ્ટેશનનાં એનાઉન્સરની કહાની સાંભળશો તો દંગ રહી જશો

યાત્રી કૃપ્યા ધ્યાન દે.! સુરત રેલવે સ્ટેશનનાં એનાઉન્સરની કહાની સાંભળશો તો દંગ રહી જશો

સામાન્ય રીતે રેલવે  સ્ટેશન પર ટ્રેનનાં આવ-જા વિશે માહિતી સંભળાતી હોય છે. ત્યારે આપણને એવું લાગે કે કોઇ વ્યક્તિ પોતાની નોકરીનાં ભગરૂપે માઇકમાં એનાઉન્સ કરી રહ્યો છે. સુરત રેલવે સ્ટેશન પર એનાઉન્સમેન્ટ માં જે અવાજ સાંભળો છે. આ વ્યકિત વિષે જો આપ જાણશો તો આપના જીવનમાં આ વાત પ્રેરણાદાયી સાબિત થશે. કારણકે આ વ્યકિત એક એવું અદભૂત વ્યકિતત્વ ધરાવે છે જે સામાન્ય લોકો માટે મુશ્કેલ છે.
સુરત રેલવે સ્ટેશન જ્યાં રોજની અસંખ્ય ટ્રેન પસાર થાય છે. આ ટ્રેનનો સમય, નામ, સહિતની તમામ ડિટેઇલનું એનાઉન્સમેન્ટ વિરેન્દ્રભાઇ કરે છે.
પ્રથમ નજરે સામાન્ય એનાઉન્સર જેવા લાગતા વિરેન્દ્રભાઇ પ્રજ્ઞાચક્ષુ છે. જરા પણ જોઇ ન શકતા વિરેન્દ્રભાઇ અન્ય એનાઉન્સર કરતા પણ એટલા શાર્પ છે કે તેમને સુરત રેલવે સ્ટેશનથી પસાર થતી તમામ ટ્રેન તેના નામ સમય સહિતની ડિટેઇલ કડકડાટ મોઢે છે.
પહેલા સામાન્ય રીતે ન દેખી શકતા વિરેન્દ્રભાઇની 5 વર્ષ પહેલા સંપૂર્ણ દ્રષ્ટી જતી રહી. આમ છતાં તેના માટે એનાઉન્સરની આ જોબ મુશ્કેલરૂપ ન બની, અને તેઓ તેમના કામને સતત નિષ્ઠાથી કરતા રહ્યા, અને આજે તેનું પરિણામ છે સુરત રેલવે સ્ટેશન જ નહીં કદાચ દેશના તમામ રેલવે સ્ટેશનનાં એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ એનાઉન્સર છે વિરેન્દ્રભાઇ.

READ ALSO 

Related posts

‘અમારા પાંચ વર્ષના કામ કોંગ્રેસના 55 વર્ષના કામ ઉપર ભારે, NDAને મળશે 400 સીટ’

Alpesh karena

ભાજપે આ લોકસભામાં કેમ ન કરી ગુજરાત મોડેલની ચર્ચા, આ છે ખરું કારણ

Alpesh karena

કોંગ્રેસ પ્રમુખના આવા નિવેદનથી સર્જાયુ રહસ્ય, પ્રિયંકા ગાંધીના ચૂંટણી લડવા અંગે કહ્યું કે…

Arohi