GSTV

ઝટકો/આ સ્કીમને લઇને સરકારનું મોટુ એલાન, યોજના અધવચ્ચે છોડનારને થશે તગડુ નુકસાન

સ્કીમ

Last Updated on August 17, 2021 by Bansari

DPIIT on PLI Scheme: ઉત્પાદન સંબંદ્ધ પ્રોત્સાહન (PLI) યોજનાનો લાભ લેનાર કંપની, જો કોઇપણ કારણે પૂર્ણ પ્રતિબદ્ધિત રોકાણ કરવામાં નિષ્ફળ રહે છે અને અધવચ્ચે જ બહાર નીકળી જાય છે તો તેને વ્યાજ સહિત પ્રોત્સાહનની રકમ પરત કરવાની રહેશે અને તેની બેંક ગેરેન્ટી પણ રીડીમ કરવામાં આવશે.

DPIIT દ્વારા સોમવારે જારી કરવામાં આવેલા મોટાભાગે પૂછવામાં આવેલાન પ્રશ્નો (Frequently Asked Questions) અંતર્ગત આ જાણકારી આપવામાં આવી. ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર સંવર્ધન વિભાગ(DPIIT) એ ઘરેલુ મૂડીગત સામાન-એસી અને એલઇડી લાઇટ માટે PLI યોજના પર મોટાભાગે પૂછવામાં આવતા એક સમૂહ અંતર્ગત જણાવ્યું કે રોકાણના માપદંડોને પૂરા કર્યા વિના એક પસંદગી પામેલા આવેદક દ્વારા અધવચ્ચે જ બહાર નીકળવાથી અર્થવ્યવસ્થામાં ગ્રોસ વેલ્યૂ એડિશન મહત્તમ કરવાથી પસંદગીના માપદંડોમાંથી એક નિષ્ફળ જાય છે અને સાથે જ યોજના અંતર્ગત કોઇ અન્ય પાત્ર કંપની પસંદગી પામવાની તકથી વંચિત રહી જાય છે.

સ્કીમ

બેંક ગેરેન્ટીનુ પણ થશે નુકસાન

FAQમાં કહેવામાં આવ્યુ, તેથી જો કોઇ પસંદગીના આવેદક કોઇ પણ સ્તર પર યોજના અંતર્ગત મંજૂરીના પ્રસ્તાવનો અસ્વીકાર કરે અથવા કોઇપણ કારણે પૂર્ણ પ્રતિબદ્ધ રોકાણ કર્યા વિના યોજનામાંથી બહાર નીકળે, તો આવા કેસમાં, પસંદગીના આવેદક દ્વારા પ્રસ્તુત બેંક ગેરેન્ટીની જોગવાઇ અનુસાર રીડીમ કરવામાં આવશે.

અરજદારને પ્રોત્સાહન રાશિ પરત કરવી પડશે

તેમાં કહેવામાં આવ્યું છે કે અરજદારે તેના દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા પ્રોત્સાહનોને પરત કરવા પડશે. આ વ્યાજ સહિત પરત કરવાની રહેશે. એમસીએલઆરની ત્રણ વર્ષની વાર્ષિક ગણના પર આધારિત હશે.

સ્કીમ

PLI સ્કીમ લંબાવવામાં આવી

તાજેતરમાં જ સરકારે મોબાઇલ ફોન પર ભાર આપવાની સાથે મોટાપાયે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સના મેન્યુફેક્ચરિંગ પર ઉત્પાદન આધારિત પ્રોસ્તાહન યોજના (PLI) નો સમયગાળો એક વર્ષ વધારીને 2025-26 કરી દીધો છે. આ યોજના માટે આધાર વર્ષ 2019-20 જ રહેશે પરંતુ કંપનીઓને પાંચ વર્ષની પ્રોસ્તાહનના સમયગાળાની ગણતરી માટે આધાર વર્ષ તે 2020-21 વર્ષને પસંદ કરવાનો વિકલ્પ હશે.

Read Also

Related posts

Jammu & Kashmir / યુએનએ કાશ્મીરીને મુક્ત કરવાની કરી માંગ, ભારતે લગાવી ફટકાર

Vishvesh Dave

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાજોડાને લઇ એલર્ટ, મા ચામુંડા નામની બોટ પાણીમાં ડૂબી પણ 8 ખલાસીઓનો આબાદ બચાવ

pratik shah

અબજોપતિ એલન મસ્કે ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલની સરમુખત્યાર સાથે કરી સરખામણી, નેટિઝન્સે લીધી મજા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!