“પાટીદાર સમાજને અવગણશો તો 2019માં પરિણામ ભોગવવું પડશે”

પાટીદાર અાંદોલનના બે જૂનાજોગીઅો અાજે અેક સાથે અાવતાં સરકાર ફરી મુશ્કેલીમાં મૂકાય તેવી સંભાવના છે. પાસના હાર્દિક પટેલને અાજે અેસપીજીઅે ટેકો જાહેર કરી દીધો છે. પાટીદાર સંસ્થાના અગ્રણીઅોઅે પણ હાર્દિકને સલાહ અાપવા માટે અાવ્યા હતા. અેસપીજીઅે પાટીદાર સમાજનું સૌથી મોટું ગ્રૂપ છે. જેના પ્રમુખે ધમકી અાપી છે કે, અમારી માગને નહીં માનવામાં અાવે તો વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં અમે તમારી સામે જ છીઅે. પાટીદાર સમાજને અવગણવો તમને ભારે પડશે.

  • લાલજી પટેલને હાર્દિકને મળવા જતા અટકાવાયા હતા.
  • સર્વસંમતિથી મળવા અાવ્યો છું
  • સરકારે પાટીદારોને અનામત અાપવી પડશે તે માટે શરીર તંદુરસ્ત રાખવું જરૂરી છે.
  • પોતાના સમર્થકો સાથે લાલજી પટેલ પહોંચ્યા હાર્દિકને મળવા
  • પોલીસે મને મળવા અાવતા રોક્યો છે.
  • પોલીસ લોકોને અંદર અાવવા દેતી નથી

 લાલજી પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, સરકારે સમાધાન કરવા પ્રતિનિધિ મોકલવા જોઈએ. જો સરકાર અમારી માગણી પુરી નહીં કરે તો એસપીજી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે. લાલજી પટેલે વધુમાં જણાવ્યુ કે, સરકાર 2019 માં પરિણામ ભોગવવા તૈયાર રહે. આજે બપોરે લાલજી પટેલે કાર્યકરો સાથે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન સ્થળ પર જઈ રહેલા એસપીજી પ્રમુખ લાલજી પટેલને ગ્રીન વુડ રિસોર્ટ બહાર જ અટકાવાયા હતા.  લાલજી પટેલ પાટીદારોના મોટા કાફલા સાથે જઈ રહ્યા હોવાથી પોલીસે તેમને અટકાવ્યા હતા. લાલજી પટેલે અહીં પ્રેસ કોન્ફરન્સ કરી સરકારને ચીમકીઅો અાપી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter