SBI અને PNBની જબરજસ્ત ઓફર્સ, ઘરના માલિક હશો તો બેન્ક આપશે તમને દર મહિને પેન્શન

સામાન્ય માણસ તો ઘર ખરીદે એટલે તેની બધી જ જમા પૂંજી ખર્ચાય જાય છે જેના કારણે પ્રાઇવેટ નોકરીમાં કામ કરતા લોકોને નિવૃત્તિ પછીની ઘણી ચિંતા હોય છે. જો તમારે પણ એવું જ છે તો તમારા માટે SBI અને PNB બેંક સારા સમાચાર લાવી છે. નિવૃત્તિ પછી જો તમારી પાસે પોતાનું ઘર હશે તો તમને પેન્શન પણ મળી શકે છે.

તો આજે જાણીએ આવી સ્કીમ, બેંકોની રિવર્સ મોર્ગેજ સ્કીમ 60 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને નિયમિત આવકનો વિકલ્પ આપે છે. જે માટે તેમની પાસે એક ઘર હોવું જોઇએ. આ સ્કીમ અંતર્ગત બેંક ઘરના ઓનરને રેસિડેન્સિયલ પ્રોપર્ટીની સામે ચોક્કસ સમય માટે માસિક રકમ આપે છે. જેની સામે તમારી પ્રોપર્ટી બેંક પાસે ગિરવે રહે છે. આ સ્કીમ અંતર્ગત માલિકે બેંકને પૈસા પાછા આપવાના નથી હોતા.

બેંક પ્રોપર્ટી ગિરવે રાખીને દરેક મહિને કેટલા પૈસા આપશે તે પ્રોપર્ટીની કિંમત પરથી નક્કી થાય છે. માલિક પોતાના ઘરમાં રહી શકે છે. રિવર્સ મોર્ગેજ સ્કીમ અંતર્ગત પોતાનું ઘર ગિરવે મુકનાર વ્યક્તિના મૃત્યુ પછી ઘર બેંકનું થઇ જાય છે. જો પરિવાર ચાહે તો બેંકને ઘરની કિંમત ચુકવીને ઘર ફરી ખરીદી શકે છે. કોઇપણ ભારતીય જેની ઉંમર 60 વર્ષની હોય. જો પતિ અને પત્ની ભેગા થઇને આ અરજી કરે છે તો પત્નીની ઉંમર ઓછામાં ઓછી 58 વર્ષની હોવી જોઇએ.

એસબીઆઈ આ સ્કીમ અંતર્ગત 3 લાખ રૂપિયાથી 1 કરોડ જેટલાની રકમ લઇ શકે છે. મહિલાઓ અને અન્ય લોકોને એસબીઆઈ આ સ્કીમમાં 11 ટકા વ્યાજ દર પર લોન આપે છે. જ્યારે એસબીઆઈ પેન્શનર્સને વાર્ષિક 10 ટકા વ્યાજ દર પર આ લોન આપે છે. જેમની પાસે રિટાયરમેન્ટ પછી પોતાની જરૂરિયાતને પુરી કરવા માટે કોઇ વિકલ્પ નથી તો તેમના માટે આ વિકલ્પ છે. ભારતમાં માત્ર સાત ટકા યુવાનોની પાસે પેન્શન કવર છે. એક અનુમાન પ્રમાણે હાલના સમયમાં દેશમાં માત્ર સાત ટકા યુવાનોની પાસે પેન્શનનું કવર છે. એટલે તેમને નિવૃત્તિ પછી પેન્શન મળશે. બાકીના લોકો પાસે પેન્શનની સુવિધા નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter