એરટેલ ગ્રાહકો માટે સારા સમાચાર છે. હવે તેમને વિશેષ પ્રિપેઇડ પ્લાન પર 4 લાખ રૂપિયાનો ટર્મ વીમો પણ મળશે. ટેલિકોમ ઓપરેટર એરટેલે સોમવારે (Bharti AXA Life Insurance) ભારતી એએક્સએ જીવન વીમાના સહયોગથી વીમા કવર સાથે પ્રીપેઇડ પ્લાન યોજના લોન્ચ કર્યો. આ અંતર્ગત દિલ્હી-એનસીઆરના ગ્રાહકોને રૂ.599ના પ્રીપેડ બંડલ પ્લાન સાથે ચાર લાખનું વીમા કવચ મળશે.

વીમા નિયમનકાર IRDAIના જણાવ્યા અનુસાર ભારતમાં વીમો ઉતારનારની સંખ્યા ભારતની વસ્તીના ચાર ટકા કરતા ઓછી છે. જ્યારે મોબાઇલ 90 ટકા લોકો સુધી પહોંચી ગયો છે. એક અંદાજ મુજબ, ભારતમાં સ્માર્ટફોન વપરાશકારોની સંખ્યા 2022 સુધીમાં 83 કરોડ પર પહોંચી જશે.

599 રૂપિયાના પ્રીપેડ બંડલમાં શું ખાસ છે?
599 રૂપિયાવાળા એરટેલના નવા પ્રીપેડ બંડલમાં ગ્રાહકોને દરરોજ 2 જીબી ડેટા મળશે. કોઈપણ નેટવર્ક પર ગ્રાહકોને દરરોજ અમર્યાદિત કોલિંગ અને 100 એસએમએસ મળશે. આ ઉપરાંત ભારતી એક્સા જીવન વીમા પાસેથી રૂ.4 લાખનો જીવન વીમો પણ મળશે. આ પ્રીપેડ રિચાર્જની માન્યતા 84 દિવસની રહેશે.

ઉપરાંત, વીમા કવર આગળના સમયગાળા માટે દરેક રિચાર્જ પર આપ મેળે રીન્યુ થશે. ગ્રાહકોને વીમાનો લાભ કેવી રીતે મળશે? કંપનીના જણાવ્યા મુજબ, આ યોજના એવી રીતે બનાવવામાં આવી છે કે ગ્રાહક વીમા નોંધણીની પ્રક્રિયા થોડીક સેકંડમાં પૂર્ણ થશે. વીમા માટે નોંધણી માટે ગ્રાહકોએ એસએમએસ, એરટેલ થેંક્સ એપ અથવા એરટેલ રિટેલર દ્વારા પ્રથમ રિચાર્જ કરવું પડશે.

કઇ વયના ગ્રાહકોને વીમા કવર મળશે? એરટેલના જણાવ્યા અનુસાર, 18-54 વર્ષની વયના તમામ ગ્રાહકોને જીવન વીમા કવર મળશે. આ માટે કોઈ કાગળની કાર્યવાહી કે મેડિકલની જરૂર રહેશે નહીં. તે જ સમયે, વીમા પ્રમાણપત્ર તરત જ ડિજિટાઇઝ્ડ ગ્રાહકને મોકલવામાં આવશે. તેમજ વીમાની ફીજીકલ પોલીસી નકલ ગ્રાહકની વિનંતી પર ઘરે પહોંચાડવામાં આવશે.
Read Also
- પોલીસ ગ્રેડ પે મુદ્દે રાજ્ય ગૃહમંત્રીએ આપેલા નિવેદન સામે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કર્યો પલટવાર
- Viral Video : ઉડતા ઢોસા પછી હવે બજારમાં હેલિકોપ્ટર ભેલ પુરી! જુઓ વાયરલ વિડીયો
- આવી ગયો છે દુનિયાનો પહેલો એવો સ્માર્ટ ફોન, બોડીમાં ચીપકેલા રહશે ઈયરબડ્સ : પાણીમાં પણ નહીં થાય ખરાબ, જાણી લો તેના ધાંસૂ ફિચર્સ
- ફાયદાની વાત/ તમારી પત્નીનું ભવિષ્ય સુરક્ષિત કરવા આજે જ ખોલાવી દો સ્પેશ્યલ એકાઉન્ટ, નિવૃત્તિ પછી દર મહિને મળશે 45 હજાર રૂપિયા
- ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ / એશિયાના સૌથી મજબૂત અર્થતંત્ર તરીકે ઉભરી શકે છે ભારત, મોર્ગન સ્ટેનલીનો અંદાજ