અમેરિકાના નેશનલ સાયન્સ ફાઉન્ડેશન એટલે કે દ્વારા સૂર્યનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે જે અચરજ પમાડે છે. આજ સુધી કયારેય કોઇએ સૂર્યનો આવો ફોટો જોયો ન હોવાથી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહયો છે. કેપ્શનમાં જ જણાવવામાં આવ્યું છે કે તમે અગાઉ સૂર્યનો આવો ફોટો જોયો નહી હોય.

આ ફોટો ઇનોય સોલર ટેલિસ્કોપ દ્વારા સૂર્યની સપાટીને આટલી નજીકથી તસ્વીરમાં કેદ કરી છે. ટેલિસ્કોપે સૂર્યના ૩૦ કિમી જેટલા વિસ્તારને આવરી લીધો છે.

જો કે લાઇક અને શેર નહી સાથે સોશિયલ યૂઝર્સ કોમેન્ટ પણ કરી રહ્યા છે. કેટલાકે તો ગોળ અને મગફળીની ચિક્કીના ફોટા મુકીને તેના આકાર સાથે સૂર્યના આ ખાસ ફોટાની સરખામણી કરી છે.

આ ટેલિસ્કોપ ફોટો નેશનલ સાયન્સ ફાઉન્ડેશનના ડેનિયલ ઇનોયે લીધો છે. જેમાં સૂર્યની સપાટી પર ગ્રેન્યુલર સ્ટ્કચર (દાણાવાળું) જોવા મળે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોઇ મોટા ટાપુ દેશના નકશા જેવા દાણા પહેલીવાર જોવા મળે છે. સૂર્ય પૃથ્વીથી ૧૫ કરોડ કિમી દૂર છે. જો કે ટેલિસ્કોપના હાઇ રેઝયુલેશનમાં સૂર્યનો ફોટો આવો દેખાઇ શકે છે એવું ઘણા માનવા તૈયાર નથી.
READ ALSO
- શેરબજારમાં મોટો ઘટાડો, સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન પર બંધઃ આ શેરના તૂટ્યા ભાવ
- PM મોદીએ ક્વાડ સમિટમાં રશિયા પર બોલ્યા વિના યુક્રેન યુદ્ધ પર ઘણું સંભળાવ્યું, દુનિયાને આપ્યો આ સંદેશ
- ગાંઠ બાંધી લો આ ટિપ્સ/ દરેક પત્નીને પતિ પાસે હોય છે આ અપેક્ષાઓ, જાણી લો તો હંમેશા સુખી રહેશે વૈવાહિક જીવન
- હું ભારત સાથેના સંબંધોને ધરતી પરની સૌથી નજીકની ભાગીદારી બનાવવા કટિબદ્ધ, બાઈડને ભારતના કર્યા વખાણ
- સાચવજો/ ઘરના ઘરની લાલચમાં અમદાવાદ પૂર્વમાં અનેક છેતરાયા, 20થી વધુ વ્યક્તિઓના રૂપિયા લઈ ઠગ ટોળકી છુમંતર