જો તમારી પાસે ફોર વ્હીલર અથવા ટુ વ્હીલર વાહન છે તો તમારે તમારા વાહનને માન્ય પોલ્યુશન અંડર કંટ્રોલ (પીયુસી) પ્રમાણપત્ર મેળવવું જોઈએ. જો તમે તે બનાવેલ છે, તો તમારે તેની સમાપ્તિ તારીખ પણ તપાસીને તેને નવીકરણ કરાવવી જોઈએ. જો તમે તેમ ન કરો તો તમારે રૂ. 10 હજારસુધીનો દંડ ભરવો પડી શકે છે. હકીકતમાં, ગયા વર્ષે કેન્દ્ર સરકારે સુધારેલા મોટર વ્હીકલ એક્ટનો અમલ કર્યો હતો. જેમાં પીયુસી ન હોવા બદલ દંડ 10 ગણો વધારવામાં આવ્યો છે. જે પછી જો પીયુસી નહીં હોય તો ગાડી ડ્રાઇવરે રૂ. 10 હજાર સુધીનો દંડ ભરવો પડી શકે છે. જણાવી દઈએ કે પહેલા આ દંડ ફક્ત 1 હજાર રૂપિયા હતો.

બધા વાહનોએ માન્ય પીયુસી પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી
પીયુસી સર્ટિફિકેટ વાહન માલિકને ત્યારે મળે છે જ્યારે ગાડી પ્રદુષણ કંન્ટ્રોલ માનકો પર યોગ્ય ઉતરે છે. આ સર્ટિફિકેટની મદદથી બતાવવામાં આવ્યું છે કે વાહનનું પ્રદૂષણ નિયમ મુજબ છે. તેનાથી પર્યાવરણને નુકસાન થતું નથી. બધા વાહનોએ માન્ય પીયુસી પ્રમાણપત્ર મેળવવા જરૂરી છે. નવી ગાડીને પીયુસી પ્રમાણપત્રની જરૂર નથી. વાહન નોંધણીના એક વર્ષ પછી પીયુસી પ્રમાણપત્ર આવશ્યક છે. તેને સમય સમય પર ફરીથી અપડેટ કરાવવું પડશે.
1 સપ્ટેમ્બર, 2019 ના સુધારેલા મોટર વાહન અધિનિયમનો અમલ લાગુ થયો
દિલ્હીમાં 1 સપ્ટેમ્બર, 2019 ના સુધારેલા મોટર વાહન અધિનિયમનો અમલ લાગુ થયો હતો. જે બાદ માન્ય ન હોય તેવા પીયુસી પ્રમાણપત્ર માટે દંડ વધારવામાં આવ્યો હતો. અગાઉ ગાડી પીયુસી ન હોત તો રૂપિયા 1 હજાર દંડ લાગતો હતો પરંતુ સુધારેલા મોટર વાહન અધિનિયમ લાગુ થયા બાદ હવે રૂ. 10 હજાર ચૂકવવા પડશે. જણાવી દઈએ કે 10 ગણો વધારો થયા બાદ દિલ્હીમાં લગભગ 1 હજાર પિયુસી કેન્દ્રો પર અચાનક જ ભીડ વધી ગઈ હતી અને પરિવહન વિભાગે તે મહિનામાં 14 લાખ પીયુસીના સર્ટિફિકેટ જારી કર્યા હતા.
પીયુસી પ્રમાણપત્ર રજૂ ન થાય ત્યાં સુધી વાહન વીમા પોલિસી રિન્યુ ન થવી જોઈએ
સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ વીમા કંપનીઓ ખાતરી કરશે કે તમે વાહન ઈન્સ્યોરન્સ પોલિસી રિન્યુ કરાવવા સમયે વેલિડ પીયુસી રજૂ કરે. તમને જણાવી દઈએ કે, જુલાઈ 2018 માં સુપ્રીમ કોર્ટે વધતા જતા વાહન પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરતાં વીમા કંપનીઓને સૂચના આપી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે જ્યાં સુધી પીયુસી પ્રમાણપત્ર રજૂ ન થાય ત્યાં સુધી વાહન વીમા પોલિસી રિન્યુ ન થવી જોઈએ.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં