GSTV
Gujarat Government Advertisement

કામનું / જો તમારી પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ છે તો કોરોનામાં બચાવી શકશો 1.9 લાખ રૂપિયા, જાણો કેવી રીતે

Last Updated on May 15, 2021 by Bansari

કોરોના વાઇસ ફક્ત લોકોના સ્વાસ્થ્ય અને જીવને નુકશાન નથી પહોંચાડી રહ્યો, પરંતુ જે લોકો તેની પકડમાં આવે છે, તેમની આર્થિક સ્થિતિ પણ ખરાબ થઇ રહી છે. કોરોના પહેલા આપણા દેશમાં હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદનારાની સંખ્યા ખૂબ જ ઓછી હતી. અત્યારે પણ ઓછી છે, પરંતુ કોરોનાના કારણે તેમાં વધારો થયો છે. જે લોકોએ ઇન્સ્યોરન્સ નથી કરાવ્યું, તેઓ કોરોનાના કારણે દેવા નીચે દબાઇ રહ્યા છે.

એક અહેવાલમાં બે પીડિતોના ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કરાયો છે. મુકુન્દ મુરલીની ઉંમર 50 વર્ષ નજીક છે અને તેમની મંથલી ઇનકમ પણ 50 હજાર નજીક છે. કોરોનાના કારણે હોસ્પિટલમાં તેમનો અંદાજે 2.10 લાખ રૂપિયા ખર્ચ થાય છે, જેમાં ઇન્શ્યોરન્સ કંપની 1.90 લાખની ચુકવણી કરે છે. મુકુન્દને માત્ર 20 હજાર રૂપિયા ખિસ્સામાંથી કાઢવાના આવે છે. જ્યારે હરિ ચરણ એ જ ઉંમરનો છે અને મુકુન્દથી 5000 રૂપિયા મંથલી વધારે કમાવે છે. કોરોના કારણે બિલ 2.3 લાખ રૂપિયા આવે છે. ઇન્સ્યોરન્સ ના હોવાના કારણે તેને પર્સનલ લોન લેવી પડે છે, જેના કારણે તેને આગળના ચાર વર્ષ સુધી મહિને 6500 રૂપિયાનો હપ્તો ચુકવવો પડશે.

કેટલીક કંપનીઓ તેમના એમ્પ્લોઇની દરેક સંભવ મદદ કરી રહી છે

વર્તમાન સમયમાં બંને પ્રકારની સચ્ચાઈ સામે આવી રહી છે. એક તરફ એવી કંપની પણ છે, જેમણે તેમના અન ઇન્શ્યોર્ડ એમ્પલોઇને પણ લોન આપવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત તેમને કોરોનાથી બચાવવામાં અલગ-અલગ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે. જ્યારે એવી કંપનીઓ પણ છે, જેમણે સેલરી કટ કરી છે અને મોટાભાગના લોકોને હાંકી કાઢ્યા છે. આ લોકો માટે મોટો પડકાર છે. જે લોકોની નોકરી જતી રહી છે, એ લોકોને કંપની તરફથી મળતી ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સનો લાભ પણ નથી મળી રહ્યો. તે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવે છે.

મોટા ભાગની વસ્તી ઇન્શ્યોર્ડ નથી

કોરોના જેવી મહામારી પ્રથમ વખત આવી છે, એવામાં ઇન્શ્યોરન્સ કંપનીઓએ ગત વર્ષે સ્પેશિયલ ઇન્શ્યોરન્સ કોરોના કવચ લોન્ચ કર્યો હતો. તેની સમય મર્યાદા માર્ચમાં ખતમ થતી હતી, પરંતુ IRDAIએ તેને સપ્ટેમ્બર સુધી રિન્યૂ કરાવવાની છૂટ આપી છે. ઇન્શ્યોરન્સ કંપનીઓનું કહેવુ છે કે મહામારીના કારણે લોકોનો વીમા તરફનો વલણ વધ્યો છે. તેમ છતાંય મોટા સ્તરે હજી પણ લોકો ઇન્શ્યોર્ડડ નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!