GSTV

કામની વાત/ આધાર સાથે સંબંધિત કોઇપણ ફરિયાદ હોય તો અહીં કરો ફરિયાદ, તરત જ આવશે નિવારણ

આધાર

Last Updated on November 12, 2020 by Bansari

Aadhaee, UIDAI: યુનિક આઇડેંટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) આધાર કાર્ડ જારી કરતી સંસ્થા છે. UIDAI આધાર કાર્ડધારકોને અનેક પ્રકારની સગવડો આપે છે. કાર્ડધારક અથવા આધઆર કરનાર અરજદારોને યુઆઇડીએઆઇની ઑફિશિયલ વેબસાઇટ દ્વારા ઘરે બેઠા અનેક પ્રકારની સુવિધાઓ મળે છે. તેમાંથી એક છે તે ઑનલાઇન જ આધાર, આધાર કેન્દ્ર સાથે સંબંધિત કોઇ ફરિયાદની જાણકારી ઑનલાઇન જ યુઆઇડીએઆઇ સુધી પહોંચાડી શકે છે.

આધાર

આ રીતે નોંધાવો આધાર સંબંધિત ફરિયાદ

યુઆઇડીએઆઇની વેબસાઇટની આ લિંક https://resident.uidai.gov.in/filecomplaint પર વિઝીટ કરીને ફરિયાદ દાખલ કરી શકો છો. આ લિંક પર ક્લિક કર્યા બાદ તમે કેટલીક માગવામાં આવેલી જાણકારી આપશો તે બાદ તમારી ફરિયાદ યુઆઇડીએઆઇ સુધી પહોંચાડી શકો છો.

અહીં તમારે Enter Enrolment ID (EID) and time of enrolment, Contact Details, Postal (PIN) Code, Compiant Type અને Complaint Category જેવા વિકલ્પ મળશે. તમે 150 શબ્દોમાં તમારી ફરિયાદ પણ લખી શકો છો.

આધાર

ભ્રષ્ટાચારની ફરિયાદ પણ કરી શકો છો

તમે આધાર કેન્દ્રના ઓપરેટર, સ્ટાફ અથવા તો આધાર સંબંધિત કોઇપણ પ્રકારના ભ્રષ્ટાચારની ફરિયાદ તેના દ્વારા કરી શકો છો. આ ઉપરાંત તમને રિસિપ્ટ આપવામાં ન આવે તો પણ અહીંથી જ તમે ફરિયાદ કરી શકો છો. આ તમામ જાણકારી આપ્યા બાદ Captcha Verification નાંખ્યા બાદ Submit પર ક્લિક કરવાનુ છે. આ સાથે જ તમારી ફરિયાદ દાખલ કરી દેવામાં આવશે.

ટોલ ફ્રી નંબર

સાથે જ જો ફરિયાદને લઇને કોઇ મુશ્કેલી આવે તો ટોલ-ફ્રી નંબર 1947 પર પણ કૉલ કરીને જાણકારી મેળવી શકાય છે અથવા તો [email protected] પર પણ મેલ કરી શકાય છે.

Read Also

Related posts

Fruit Diet/ ડાઈટને રાઈટ બનાવવી છે તો આ 5 ઇન્ટરેસ્ટિંગ રીતે પાંચ ફળોને કરો શામેલ

Damini Patel

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

ગજબ / મુંબઈથી પ્રયાગરાજ જતી ટ્રેનમાં રાખેલી શબપેટીમાંથી મૃતદેહ ગાયબ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!