GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

જો તમારા મોબાઈલમાં પણ હોય આ કંપનીનું કાર્ડ તો ચેતી જજો, આ બે સિવાય તમામ સીમ કાર્ડ ડબ્બાબંધ થવાની તૈયારીમાં

પહેલા સુપ્રીમ કોર્ટ અને હવે ટેલિકોમ વિભાગના આદેશ પછી ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં વોડાફોન આઈડિયા સહિત અનેક ટેલિકોમ કંપનીઓ બંધ થઈ જશે અને રિલાયન્સ જિયો તથા ભારતી એરટેલ એમ માત્ર બે જ કંપનીઓ રહી જશે તેમ ટેલિકોમ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે. ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં છેલ્લા કેટલાક સમયથી એક પછી એક કંપનીઓ બંધ થઈ રહી છે.

તેમાં પણ ટેલિકોમ જિયોના આગમન પછી ગળાકાપ સ્પર્ધામાં ટકી રહેવા માટે વોડાફોન અને આઈડિયાએ જોડાણ કરવું પડયું હતું. હવે એજીઆરની ચૂકવણી મુદ્દે વોડાફોનની સ્થિતિ ખૂબ જ નબળી છે. વોડાફોન આઈડિયાએ એજીઆર પેટે સરકારને રૂ. 53,000 કરોડ ચૂકવવાના છે, જેમાં રૂ. 24,729 કરોડ સ્પેક્ટ્રમ ફી અને લાઈસન્સ ફી સહિત અન્ય સ્વરૂપે રૂ. 28,309 કરોડનો સમાવેશ થાય છે.

વોડાફોન આઈડિયાએ ગુરૂવારે જ એજીઆરની ચૂકવણી કરવામાં અસમર્થતા દર્શાવી હતી. ગયા સપ્તાહે વોડાફોનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નીક રીડે જણાવ્યું હતું કે ભારતમાં સુપ્રીમ કોર્ટના એજીઆરના નિર્દેશોના પગલે સ્થિતિ ખૂબ જ ગંભીર છે. કંપનીએ સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં રૂ. 50,922 કરોડનું નુકસાન કર્યું હતું. આવી સ્થિતિમાં વોડાફોને ભારતમાં તેની કામગીરી બંધ કરવી પડે તેમ બની શકે છે. આમ થશે તો ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં માત્ર રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ બે જ મોટી કંપનીઓ રહેશે.

એરટેલની રૂ. 10,000 કરોડ ચૂકવવા તૈયારી

ટેલિકોમ વિભાગની શુક્રવારની નોટિસના જવાબમાં ભારતી એરટેલે 20મી ફેબુ્આરીમાં રૂ.10,000 કરોડ અને બાકીની રકમ 17મી માર્ચ પહેલાં ચૂકવવાની તૈયારી દર્શાવી છે. એરટેલે લાઈસન્સ ફી અને સ્પેક્ટ્રમ વપરાશના ચાર્જ સહિત સરકારને રૂ. 35,586 કરોડ ચૂકવવાના છે.

વોડાફોનની કંપની બંધ કરવા ચિમકી

કેન્દ્રની નોટિસના જવાબમાં વોડાફોને કોઈ પ્રતિસાદ આપ્યો નથી. પરંતુ કંપનીના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ ગયા મહિને સ્પષ્ટ કહ્યું હતું કે કંપનીને એજીઆરની રૂ. 53,000 કરોડથી વધુની ચૂકવણીમાં સુપ્રીમ કોર્ટ અને સરકાર તરફથી કોઈ રાહત નહીં અપાય અને તેને આ રકમ ચૂકવવા ફરજ પાડવામાં આવશે તો તેમની પાસે કંપની બંધ કરવા સિવાય બીજો કોઈ માર્ગ રહેતો નથી.

ટેલિકોમ કંપનીઓની અરજીઓ સતત ફગાવાઈ

આ પહેલાં સુપ્રીમ કોર્ટે 15 જાન્યુઆરીએ ટેલિકોમ કંપનીઓને એજીઆર મુદ્દે ફટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા સહિત અન્ય કંપીઓની એજીઆરની ચૂકવણી મુદ્દે પુન: સમિક્ષા અરજી નકારી કાઢતાં કહ્યું હતું કે તેને અરજીઓ પર ફરીથી વિચાર કરવા માટે કોઈ યોગ્ય કારણ નથી મળતું. આ સાથે કોર્ટે ટેલિકોમ કંપનીઓને 23મી જાન્યુઆરી સુધીમાં 1.47 લાખ કરોડ રૂપિયા ચૂકવવા આદેશ આપ્યો હતો. પરંતુ કંપનીઓએ ફરીથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટના આદેશ પર વર્ચ્યુઅલ રીતે ‘સ્ટે’ મૂકતો આદેશ આપનાર ‘ડેસ્ક અિધકારી’ મંદાર દેશપાંડે હતા.

તેઓ ભારતીય એકાઉન્ટિંગ અને ફાઈનાન્સ સર્વિસીસના અિધકારી છે. ટેલિકોમ કંપનીઓ દ્વારા એજીઆરની ચૂકવણી નહીં કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટ આ ‘ડેસ્ક અિધકારી’ પર જ ગુસ્સે ભરાઈ છે. સુપ્રીમ કોર્ટે નિશ્ચિત કરેલી સમય મર્યાદામાં એજીઆરની બાકી રકમ નહીં ચૂકવાય તો પણ ટેલિકોમ કંપનીઓ સામે કોઈ પગલાં નહીં લેવાય તેવો આદેશ દેશપાંડેએ જ ઈશ્યુ કર્યો હતો. જોકે, દેશપાંડેનો દાવો છે કે ટેલિકોમ વિભાગમાં વરિષ્ઠ અિધકારીઓની મંજૂરી પછી જ આ આદેશ અપાયો હતો.

ટેલિકોમ મંત્રી કે સચિવની મંજૂરી વિના 23મી જાન્યુ.નો આદેશ અપાયો : સૂત્ર

ટેલિકોમ કંપનીઓ એજીઆરના બાકી લેણાં ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેમની સામે કોઈ પગલાં નહીં લેવાય તેવો ટેલિકોમ વિભાગનો 23મી જાન્યુઆરીનો આદેશ ટેલિકોમ મંત્રી રવિ શંકર પ્રસાદ આૃથવા ટેલિકોમ વિભાગના સચિવની મંજૂરી વિના લેવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ આદેશ આપનારા સામે સરકાર ગંભીર પગલાં લેવાનું વિચારી રહી છે. શુક્રવારે ટેલિકોમ વિભાગના ડેસ્ક અિધકારીના આ આદેશોથી સુપ્રીમ કોર્ટ ગુસ્સે ભરાઈ હતી અને તેણે ટેલિકોમ વિભાગના આ આદેશને ‘ધૃષ્ટતાપૂર્ણ’ ગણાવ્યો હતો.

ટેલિકોમ વિભાગ અને ટેલિકોમ કંપનીઓ વચ્ચે વિવાદ શું હતો?

કેન્દ્ર સરકારના ટેલિકોમ વિભાગનું માનવું છે કે ટર્મિનેશન ફી ઉપરાંત ટેલિકોમ કંપનીઓને મળનારી તમામ આવક, રોમિંગ ફી એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ(એજીઆર)નો ભાગ છે. બીજી તરફ ટેલિકોમ કંપનીઓએ દલીલ છે કે નોન ટેલિકોમ આવક જેવી કે ભાડું, ઇન્ટરન્ટ આવક, નફો વગેરેને એજીઆરમાં સામેલ ન કરવા જોઇએ. ઉલ્લેખનીય છે કે 2006માં ટેલિકોમ સેટલમેન્ટ એન્ડ એપ્પેલેટ ટ્રિબ્યુનલ (ટીડીએસએટી)એ ટેલિકોમ કંપનીઓની તરફેણમાં ચુકાદો આપ્યા હતો. ત્યારબાદ ટેલિકોમ વિભાગે ટીડીએસએટીના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જો કે સુપ્રીમે સરકાર અને ટેલિકોમ કંપનીઓ વચ્ચેના 14 વરસ જૂના કાયદાકીય સંઘર્ષમાં સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

READ ALSO

Related posts

સીમા પર તેજ હલચલ,ચીનનાં જવાબમાં ભારત વધારી રહ્યુ છે સૈન્ય તાકાત

Mansi Patel

‘પત્ની જેવો છે Corona વાયરસ’ ઈન્ડોનેશિયાનાં મંત્રીનાં નિવેદન પર થઈ ગયો હંગામો

Mansi Patel

રાજ્યમાં દુકાનો સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખી શકાશે, સમગ્ર ગુજરાતમાં ST સેવા શરૂ કરાઈ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!