GSTV
Home » News » વધારે સોનું પહેરીને રખડવાની આદત હોય તો આવું પરિણામ ભોગવવું પડશે

વધારે સોનું પહેરીને રખડવાની આદત હોય તો આવું પરિણામ ભોગવવું પડશે

મધ્ય પ્રદેશના દેવાસમાં એક ‘ગોલ્ડ મેન’ માટે બે કિલોથી વધુ વજનનું સોનું પહેરવાનું ભારે પડી ગયું છે. તેને મંગળવારનાં રોજ ચૂંટણી ફ્લાઇંગ સ્ક્વાડ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

કહેવામાં આવે છે કે લુઇસ પોલ નામનો વ્યકિત તેમના કારમાં ઝાંસીથી મુંબઇ જતો હતો અને ગળામાં બે મોટાં ચેન, બ્રેસલેટ, ઘડિયાળ, રિંગ જેવાં વસ્ત્રો પહેર્યા હતા. જેની કિંમત લગભગ 70 લાખ રૂપિયા છે.

ફ્લાઇંગ સ્ક્વાડ તેને આચાર સંહિતાનો દોષી માને છે. તેને કસ્ટડીમાં લઈને આયકર વિભાગ સોંપવામાં આવ્યો છે. તેની પાસેથી આ સોનાની વસ્તુંનું બિલ માંગવામાં આવે છે.

આચાર સંહિતાના નિયમ મુજબ, ચૂંટણીઓના સમયે આચાર સંહિતા દરમિયાન સ્ત્રીઓને માત્ર 500 ગ્રામ અને પુરુષોને 250 ગ્રામ સોનું પહેરવાની પરવાનગી હોય છે, પરંતુ જે વ્યક્તિને પકડવામાં આવ્યો છે, તેણે 2 કિલોથી પણ વધુ સોનું પહેર્યું હતું.

જોકે આયકર વિભાગના અધિકારીઓએ બધા જ આભૂષણોના બિલને જોઈને તેને જવા દીધો છે પરંતુ તે માત્ર આયકર વિભાગની કાર્યવાહી થઈ રહી છે. પોલિસની કાર્યવાહી થઈ શકે છે.

READ ALSO

Related posts

દિલ્હી પોલીસના સ્પેશિય સેલે શ્રીનગરથી જૈશના આતંકી બશીર અહમદની કરી ધરપકડ

Arohi

કુમારસ્વામી સરકાર પર સંકટના વાદળ, કર્ણાટક વિધાનસભાનું આ છે ગણિત

Arohi

SBIએ નિયમોનું ઉલ્લંઘન કરતાં RBIએ ફટકાર્યો 7 કરોડ રૂપિયાનો દંડ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!