GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

જો ધાર્યું હોત તો ક્યારનો યે ગુજરાતનો સીએમ બની ગયો હોત, પીઅેમની ખુરશી નથી માગી

વિશ્વ હિંદુ પરિષદમાંથી રાજીનામુ આપ્યા બાદ આજે પ્રવીણ તોગડિયા અનિશ્ચિત મુદત માટે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. પાલડી વણીકર ભવન ખાતે ઉપવાસ મંચ પર પહોંચ્યા ત્યારે વૈદિક મંત્રોચ્ચાર સાથે જય શ્રીરામના નારા લાગ્યા હતા. તોગડિયા સાથે તેમના અનેક સમર્થકો અને સંતો-મહંતો જોડાયા છે. વીએચપીના પૂર્વ કેન્દ્રીય મહામંત્રી મહાવીરજી પણ ઉપવાસમાં જોડાયા છે. ઉપવાસ સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. બે પીઆઇ, પાંચ પીએસઆઇ સહિત ૭૦થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરાયા છે.

ઉપવાસ પહેલા તોગડિયાએ સંતો-મહંતો સાથે બેઠક કરી હતી. ઉપવાસ પહેલા કિસાન સંઘના પૂર્વ પ્રમુખ પ્રફુલ સેજલીયા અને સંઘના વરિષ્ઠ પદાધિકારી  વલ્લભ સાવલીયા પ્રવીણ તોગડીયાને મળવા પહોંચ્યા છે. આ પહેલા ભાજપના નેતા અને કોષા અધ્યક્ષ સુરેન્દ્ર પટેલે વિહિપ કાર્યાલય પહોંચી પ્રવીણ તોગડીયા સાથે બેઠક કરી હતી. ભાજપ તરફથી સૌ પ્રથમ સુરેન્દ્ર પટેલ વિહિપ કાર્યાલય પહોંચ્યા હતા.

મહત્વનુ છે કે તાજેતરમાં વિહિપના આંતરરાષ્ટ્રીય પ્રમુખ માટેની ચૂંટણીમાં ડો. તોગડિયાનો કાંટો કાઢી નખાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇશારે ઉભા રહેલા કોકજેનો વિજય થયો હતો. જો કે, પ્રવીણ તોગડિયાની કારકિર્દી ખતમ કરી નખાશે તેવી અટકળો ક્યારની ય ચાલતી હતી જે હવે સાચી પડી છે. ભૂતકાળમાં એક સમયે નરેન્દ્ર મોદી ને પ્રવીણ તોગડિયા ગાઢ મિત્રો મનાતા હતા પરંતુ ૨૦૦૨ પછી તત્કાલીન મુખ્યપ્રધાન મોદીના વલણમાં ભારે ફેરફારો આવતા ડો. તોગડિયાએ અંતર વધારી દીધું હતું. ત્યારથી બન્ને નેતાઓ વચ્ચેનું રાજકીય વૈમનસ્ય ચાલતું આવ્યું છે. મોદીએ પણ પાછળ રહીને ડો. તોગડિયાને હરાવતા હવે બન્ને વચ્ચેની દુશ્મનાવટ પરાકાષ્ટાએ પહોચી છે. ડો. તોગડિયા પણ ખૂબ જ જૂના અને અનુભવી ખેલાડી હોવાથી હિન્દુત્વનો મુદ્દો ઉભો કરીને ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે.

ભાજપ પર તોગડિયાના અાકરા પ્રહારો

ઉ૫વાસના પ્રારંભે તોગડિયાએ કહ્યુ હતું કે, આ મારી માગણી નહીં હિંદુઓની છે. મને ધક્કા મારીને વીએચપીમાંથી બહાર કાઢ્યો છે. મેં પીએમની ખુરશી ન હતી માગી, મેં ચા કે પકોડાની લારી ન હતી માગી, હિંદુઓના કલ્યાણનો સંકલ્પ પૂરો કરીશ. ચાર વર્ષ થવા છતાં માગણીઓ પૂર્ણ થઈ નથી. વચનો પૂરા કર્યા નથી. કેન્દ્રમાં આવ્યા બાદ કેન્દ્ર સરકાર પોતાના વચનોથી ફરી ગઈ છે. બીજેપીને કેન્દ્ર સરકારમાં લાવવા માટે અસંખ્ય હિન્દુઓએ બલિદાન આપ્યો છે. પ્રધાનમંત્રી બન્યા બાદ મોદી તમામ લોકોના બલિદાનો ભૂલી ગયા છે.  ગોધરાકાંડમાં ફસાયેલા અસંખ્ય નિર્દોષ હિન્દુઓ હજુ સુધી જેલવાસમાં છે. પહેલાંની સરકાર અને હાલની બીજેપી સરકારમાં કોઈ ખાસ ફરક નથી. અસંખ્ય હિન્દુઓ આજે આશાથી સરકારની તરફ જોઈ રહ્યાં છે. ગૌહત્યાને હત્યા અને રામ મંદિરના નિર્માણ મામલે સંસદમાં કાયદો કેમ નથી બનાવાતા. હાલ મોદી સરકાર બહુમતીથી કેન્દ્રમાં છે તો હિન્દુઓ સાથે વિશ્વાસઘાત કેમ થાય છે.

 તોગડિયાએ ક્યારે પણ સત્તા અને પૈસા માટે કામ નથી કર્યું જો ધાર્યું હોત તો ક્યારે ગુજરાતના સીએમ બની ગયો હોત. મારા માટે હિન્દુ અને હિન્દુત્વની વિકાસ એ મહત્વનો મુદ્દો છે. રામરાજના વાદા સાથે કેન્દ્રમાં આવેલા તમામ લોકો જનતા સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે. કેન્દ્રના પશ્ચાત બીજેપી સરકાર પણ વાયદો પૂરો કર્યો નથી. દેશમાં કાનૂન વ્યવસ્થા અને બેરોજગારી જેવા મુદ્દાઓ તેની ચરમસીમાએ છે. મને પણ અે યાદ છે કે જ્યારે પ્રધાનમંત્રી મોદી અને હું એક સાથે જ હિંદુત્વના વિકાસ માટે કામ કરતા હતા

 

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV