મહિને 25,000 રૂપિયા કમાવનાર વ્યક્તિ અપનાવે આ રસ્તો, બનાવી શકશે મોટું ફંડ

એક રોકાણકારને વ્યાજ હંમેશા મૂળરૂપથી વધુ વ્હાલુ હોય છે. કારણકે પૈસાથી પૈસા બનાવવામાં વ્યાજની મહત્વની ભૂમિકા હોય છે. પરંતુ વ્યાજ ત્યારે જ મળશે જ્યારે રોકાણ કર્યુ હશે અને રોકાણ માટે બચત જરૂરી છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ કે એક પગારદાર કર્મચારી કેવીરીતે સફળ રોકાણકાર બની શકે છે અને પગારમાંથી દર મહિને બચત કરીને એક મોટું ફંડ બનાવી શકે છે.

ખરેખર નોકરિયાત વર્ગની આવક ધીરે-ધીરે વધે છે. એવામાં આવક અને ખર્ચની વચ્ચે સંતુલન બેસાડવામાં ઘણી મુશ્કેલીઓ થાય છે. પરંતુ તે પગારમાંથી એક સંતુલિત રકમ દર મહિને અલગ મૂકવામાં આવે તો થોડાં સમય બાદ તે મોટી મૂડી બની શકે છે.

ઉદાહરણ તરીકે 25 હજાર રૂપિયાવાળા પગારદારને દર મહિને 10 હજાર રૂપિયા બચાવવા કપરું કામ છે, પરંતુ તે દર મહિને ખર્ચમાં થોડી કાતર ફેરવીને 10 ટકા રકમ બચાવી શકે છે, એટલેકે દર મહિને 2500 રૂપિયાની બચત થશે.

દર મહિને SIPમાં 2500 રૂપિયા લગાવવાથી પાંચ વર્ષ બાદ આ રકમ 15 ટકા રિટર્નના હિસાબથી લગભગ 2 લાખ રૂપિયા થઇ જશે. આ દરમ્યાન દર વર્ષે રોકાણકારનો પગાર પણ વધતો રહેશે. એવામાં પાંચ વર્ષ બાદ રોકાણકારની પાસે સંપૂર્ણ 2 લાખ રૂપિયા હશે. જો રોકાણકાર આગામી ત્રણ વર્ષ સુધી આ રીતે ફંડમાં રોકાણ કરતો રહે તો 8 વર્ષ બાદ આ જમા રકમ વધીને 4 લાખ રૂપિયા થઇ જશે.

સામાન્ય રીતે નોકરિયાત વર્ગનો પગાર અંદાજે 8 વર્ષે ડબલ થાય છે. જો તેના પગારમાં 10 ટકા વાર્ષિક હિસાબે વધારો થાય તો તેના આધારે 25 હજાર રૂપિયા મહિનાવાળાને 10 વર્ષમાં પગાર 50 હજાર રૂપિયાથી વધારે થઇ જશે. તો અંદાજે દોઢ હજાર રૂપિયાનું દર મહિને રોકાણ આ મુદ્દતમાં વધીને 6 લાખ રૂપિયા સુધી થઇ જશે.

એટલું જ નહીં, આ 10 વર્ષ દરમ્યાન રોકાણકાર પગાર વધારાથી બચાવેલી રકમને બીજી જગ્યા પર રોકાણ કરી શકે છે. જેમકે શેર બજાર, PPF અને શૉર્ટ ટર્મ ફંડમાં.

આ સિવાય જ્યારે રોકાણકાર આ ઝડપથી 20 વર્ષ સુધી મ્યૂચ્યુઅલ ફંડ સહિત બીજી જગ્યાએ પૈસા મૂકે તો રોકાણની રકમથી પગાર બરાબર દર મહિને આવકનું માધ્યમ બની જશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter