આજે 14 એપ્રિલ નિમિત્તે સમગ્ર દેશમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગાંધીનગર ખાતે આવેલ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને લોકો પુષ્પાંજલિ કરવા માટે આવી રહ્યા છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટપ્રધાનો પણ પુષ્પાંજલિ માટે આવ્યા હતાં. ત્યારે પત્રકાર પરિષદ પૂર્ણ થયા બાદ ગાંધીનગર સફાઇ કર્મચારીના આગેવાને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા કેબિનેટપ્રધાન પ્રદીપ પરમાર સમક્ષ સફાઈકર્મીએ નોકરી પર પરત લો નહીં તો હું જાહેરમાં ઝેર ખાઈ લઈશ તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ગાંધીનગર કોર્પોરેશન છેલ્લા બે મહિનાથી સફાઈ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. કાયમી નોકરી ઉપર રાખવામાં આવેલ હતાં જે સફાઇ કર્મચારીઓને સ્માર્ટ વોચ પહેરવાનો નિયમ કરવામાં આવે છે. જ્યારે બે મહિનાથી હડતાળ પર હોવાથી તેઓને છૂટા કરીને અન્ય સફાઈ કર્મચારીઓને નોકરીએ રાખવામાં આવ્યા છે. ત્યારે છૂટા કરેલા સફાઈ કર્મચારીઓને ફરીથી નોકરી પર રાખવાની માગ સાથે આજે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે રાજ્યના સામાજિક ન્યાય વિભાગના અધિકારીઓને ખુલ્લી ધમકી આપવામાં આવી હતી કે જો આ કર્મચારીઓને નોકરી પર પરત નહીં લેવામાં આવે તો જાહેરમાં ઝેર પીને આત્મહત્યા કરશે.
ખેંગાર નામના સફાઈકર્મીએ પત્રકાર પરિષદ પૂર્ણ થતા તાત્કાલિક ધોરણે પ્રદીપ પરમારને ધમકી આપી હતી કે સોમવાર સુધીમાં જો સફાઈ કર્મચારીઓને નોકરી પર પરત રાખવામાં નહીં આવે તો હું જાહેરમાં ઝેર પીને આત્મહત્યા કરશે. જ્યારે હું નાનપણથી જ ભાજપના સક્રિય કાર્યકર્તા છું, ભાજપ માટે કામ પણ કરું છું, જ્યારે આપણા સમાજના 10 થી 12 ધારાસભ્યો હોય તો બધું થાય. આ ઘટના બાદ રાજ્યના કેબિનેટપ્રધાન પ્રદીપ પરમારે શાંતિથી રજૂઆત કરવા ઓફિસે આવીને ચર્ચા કરવાનું જણાવ્યું હતું.
Read Also
- અહીં સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં આપો તો આપ જીતી જશે, ભાજપના નેતાએ બધાની બોલતી કરી બંધ
- નીતિશ ફરી બનશે સીએમ / આરજેડી અને કોંગ્રેસને મળશે ડેપ્યુટી સીએમનું પદ, આ છે સત્તાની નવી ફોર્મ્યુંલા
- કિયારા અડવાણીએ શાહિદ કપૂરના થપ્પડ મારવાના સીન પર કર્યો ખુલાસો, રિલેશનશીપ પર કહી દીધી આ મોટી વાત
- સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે
- મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ઝટકો, નહીં મળે આઠમું પગાર પંચ