GSTV

શરમ કરો: દિલ્હીને પુરતો ઓક્સિજન આપો નહીં તો આકરા આદેશ માટે તૈયાર રહો, ઓક્સિજનની અછત મામલે મોદી સરકારને ફટકાર

Last Updated on May 8, 2021 by Pravin Makwana

કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે ઓક્સિજનની અછત હાલ મોટી સમસ્યા બની ગઇ છે. જેને પગલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો ઉધડો લીધો છે અને કહ્યું છે કે દિલ્હીને તાત્કાલિક ધોરણે દરરોજ ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજન પુરો પાડો. સાથે કોર્ટે એમ પણ કહ્યું કે જો અમારા આ આદેશનું પાલન નહીં કરવામાં આવે તો અમે વધુ આકરા આદેશો આપીશું અને તે માટે સરકાર અમને મજબૂર ન કરે અને તાત્કાલીક દિલ્હીમાં ઓક્સિજનની જે અછત છે તેને પુરી કરે.

ઓક્સિજન

અગાઉ પણ સુપ્રીમ કોર્ટે દિલ્હીને દૈનિક ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય કરવા માટે આદેશ આપ્યો હતો, જોકે આજે સુપ્રીમ કોર્ટમાં દિલ્હીની કેજરીવાલ સરકારે દાવો કર્યો હતો કે કોર્ટના આદેશ છતા હાલ દિલ્હીમાં દરરોજ ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજન નથી આપવામાં આવી રહ્યો. કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાને સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું કે તાત્કાલીક દિલ્હીને જરુરિયાત પ્રમાણેનો ઓક્સિજન પુરો પાડવામાં આવે, અમને આકરા આદેશ આપવા માટે મજબૂર ન કરો. આ પહેલા ગુરુવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે દિલ્હીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા જોતા દૈનિક ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની જરુરિયાત છે જેને તાત્કાલીક ધોરણે પુરી કરવામાં આવે. 

સુપ્રીમ કોર્ટે સાથે એમ પણ કહ્યું કે જો ઓક્સિજન મામલે કઇ જ છુપાવવા જેવુ નથી તો પછી સરકારે સામે આવીને દેશને જણાવવું જોઇએ કે કેવી રીતે દેશમાં હાલ ઓક્સિજન સપ્લાય કરવામાં આવી રહ્યો છે. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો અમને દૈનિક ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજન આપવામાં આવે તો ૯૦૦૦ જેટલા બેડની વ્યવસ્થા થઇ શકે તેમ છે અને આમ થવાથી ઓક્સિજનના અભાવે કોઇનું મોત નહીં થાય તેની હું ખાતરી આપુ છું. 

દિલ્હી જેવો જ મામલો કર્ણાટકમાં સામે આવ્યો છે. કર્ણાટકની હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે કર્ણાટકને દૈનિક ૧૨૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની જરુર છે, આ આદેશને બાદમાં કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જોકે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશમાં દખલ દેવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે કર્ણાટકના નાગરિકોને દયનીય હાલતમાં ન છોડી શકાય. માટે કર્ણાટકમાં ઓક્સિજનની અછત મામલે પણ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઝટકો આપ્યો છે અને હાઇકોર્ટના આદેશનું પાલન કરવા કહ્યું છે.  

 બીજી તરફ ઓક્સિજનની અછતને કારણે જે લોકો માર્યા ગયા તેમના પરિવારને વળતર આપવાની માગણી ઉઠી રહી છે. દિલ્હી હાઇકોર્ટમાં આ જ પ્રકારની માગણી કરતી એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં દાખલ પીઆઇએલમાં માગણી કરવામાં આવી છે કે દિલ્હીમાં ઓક્સિજનની અછતને કારણે જે પણ લોકો માર્યા ગયા તેમના પરિવારજનોને વળતર આપવામાં આવે. દિલ્હી હાઇકોર્ટે આ અરજીને બાદમાં રજુઆત તરીકે લેવા માટે દિલ્હી સરકારને આદેશ આપ્યો હતો અને સરકાર પાસે રહેલા ફંડ અને અન્ય વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ માગણી અંગે નિર્ણય કરવામાં આવે.

READ ALSO

Related posts

મેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો

Bansari

અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે

Dhruv Brahmbhatt

કારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!