GSTV

ટિપ્સ/ સમય પહેલા પ્રેગનેન્ટ થવા ના માંગતા હોવ તો કરી લો આ કામ, ખૂબ જ કારગર છે આદુનો આ દેશી નુસ્ખો

આદુ

Last Updated on November 24, 2021 by Bansari

અનિચ્છનીય ગર્ભાવસ્થાને ટાળવા માટે ગર્ભનિરોધકની ઘણી રીતો ઉપલબ્ધ છે. જો કે, મોટાભાગની રીતોમાં એક્સપર્ટની હેલ્પની જરૂર પડી શકે છે. જેના કારણે લોકો ગર્ભનિરોધકનો ઉપયોગ કરવાથી દૂર રહે છે. પરંતુ શું તમે જાણો છો કે આદુ જેવી ઘરગથ્થુ વસ્તુઓથી તમે સમય પહેલા ગર્ભવતી થવાથી બચી શકો છો. જો તમે ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા છો અને ગર્ભનિરોધકની ઘરેલું રીતો અપનાવવા માંગો છો, તો તમે આ નુસ્ખાઓનો ઉપયોગ કરી શકો છો.

આદુ

Natural Contraception: અનિચ્છનીય સગર્ભાવસ્થા રોકવા માટે ઘરેલું ઉપચાર

હેલ્થલાઈન અનુસાર, ઘરેલું નુસ્ખાની અસરકારકતા પર વધુ વિશ્વાસ કરી શકાય નહીં. તેથી, મેડિકલ બર્થ કંટ્રોલ જેમ કે કોન્ડોમનો વધુ ઉપયોગ કરવો જોઈએ. પરંતુ, તેમ છતાં, નિષ્ણાતોના મતે, નીચેના ઘરેલું ઉપચાર અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવામાં અમુક અંશે ભૂમિકા ભજવી શકે છે.

આદુની ચા

મહિલાઓ આદુને પાણીમાં ઉકાળીને તેમાં 1 ચમચી સૂકું આદુ ઉમેરી શકે છે. જ્યારે તે બરાબર ઉકળે ત્યારે તેને ગરમાગરમ સેવન કરો. આ રીતે 5 દિવસ સુધી દરરોજ 4 કપ આદુની ચા પીવો. આનાથી પીરિયડ્સ શરૂ થાય છે અને અસુરક્ષિત યૌન સંબંધ પછી અનિચ્છનીય ગર્ભાવસ્થાનું જોખમને ઘટાડે છે.

આદુ

જંગલી ગાજરના બીજ

જો તમે અસુરક્ષિત સંભોગ કરો છો, તો તરત જ એક ચમચી જંગલી ગાજરના બીજનું સેવન કરો. આ પછી 7 દિવસ સુધી દરરોજ એક ચમચી આ બીજનું સેવન કરો. જેથી ગર્ભ રહી ન જાય. ભારતના કેટલાક ભાગોમાં, સ્ત્રીઓ અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે આ ઘરેલું ઉપાયનો ઉપયોગ કરે છે. બર્થ કંટ્રોલની કઈ રીત અપનાવવી, તે સંપૂર્ણપણે તમારા પર નિર્ભર છે. પરંતુ ધ્યાનમાં રાખો કે કોન્ડોમ સિવાય કોઈ પણ બર્થ કંટ્રોલ યૌન સંચારિત રોગો સામે રક્ષણ આપી શકતું નથી.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!