GSTV

સોનાનો ભાવ 7 વર્ષની ટોચે પહોંચ્યો, આજના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો

gold

સોનું એ ભારતીયો માટે સૌથી મનપસંદ રોકાણનો સ્ત્રોત હોવાથી સોનાના ભાવ ક્યારેય નીચા જાય તેવી કોઈ સંભાવના નથી. લોકો ક્યાંય રોકાણ કરે કે ના કરે હંમેશાં સોનામાં રોકાણ તો કરે જ છે. જેને પગલે સોનાના ભાવ મક્કમ ગતિએ સતત નવા ઉંચા શિખર સર કરી રહ્યા છે અને આજે 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 43,000ના સર્વાચ્ચ સ્તરને સ્પર્શી ગયા હતા. એક બાજુ આર્થિક મંદી, શેરબજારમાં સુસ્તી માહોલ અને બીજી બાજુ પીળી કિંમતી ધાતુના સતત વધી રહેલા ભાવને લીધે સામાન્ય માણસ માટે સોનાની ખરીદી હવે દોહ્યલી બની રહી છે. સોનાનો ભાવ 7 વર્ષની ટોચે પહોંચી ગયો છે.

અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.100 વધીને રૂ. 43,000 બોલાયો

સોનું રૂ. 43,000ની નવી ટોચને સ્પર્શી ગયું આર્થિક સુસ્તથી રોકાણકારોની સોનામાં લેવાલી વધતા વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુના ભાવ 7 વર્ષની ઊંચી સપાટી 1600 ડોલર પ્રતિ ઔંસને વટાવી ગયા છે. જેને પગલે ભારતમાં સોનાના ભાવ વાયદા અને હાજર બજારમાં વિક્રમી ઉંચી સપાટીને સ્પર્શી રહ્યા છે. આજે અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.100 વધીને રૂ. 43,000 બોલાયો હતો, જે તેનો નવો વિક્રમી ઉંચો ભાવ છે. તો ચાંદીનો ભાવ પ્રતિ કિગ્રા દીઠ રૂ. 48,500 સ્થિર રહ્યો હતો.

સેફ હેવન ગણાતા સોનામાં ખરીદી વધી

વર્ષ 2020માં આટલા મોંઘા થયા સોનું અને ચાંદી પીળી કિંમતી ધાતુ સોનામાં વર્ષ 2019માં લગભગ 24 ટકા જેટલો ભાવવધારો થયો હતો અને વર્ષ 2029માં પણ તેનું પુનરાવર્તન થવાની પૂરેપૂરી સંભાવના દેખાઇ રહી છે. 1લી જાન્યુઆરી 2020થી આજદિન સુધીમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ દીઠ રૂ. 2600 વધી ગયા છે. જો કે સોનાની સામે ચાંદીમાં ભાવ વધારો મર્યાદિત રહ્યો છે.
વિશ્વબજારમાં પણ તેજી કોરોના વાયરસના ભય વચ્ચે રોકાણકારોની સેફ હેવન ગણાતા સોનામાં ખરીદી વધતા વિશ્વબજારમાં પણ સોના-ચાંદીના ભાવ ઉછળ્યા છે. સોનાના વૈશ્વિક ભાવ 1600 ડોલર પ્રતિ ઔંસની 7 વર્ષની ઊંચી સપાટીને કૂદાવી ગયા છે અને આજે હાજર સોનું સાંજે 10 ડોલરની તેજીમાં 1612 ડોલર પ્રતિ ઔંસ બોલાતું હતું. તો વૈશ્વિક બજારમાં હાજર ચાંદીનો ભાવ 1.4 ટકાની મજબૂતીમાં 18.51 ડોલર પ્રતિ ઔંસ બોલાતો હતો.

ક્રુડ ઓઇલના ભાવમાં ૨૦ ટકાનું ગાબડું

સોનાના ભાવ સામે જોઇને પ્રશ્ન પુછાવા લાગ્યા છે કે, શુ સ્થિતિ વધુ વસવસાવાળી થશે? વધુને વધુ કંપનીઓ ચેતવણીના સુર કાઢશે? મોટેભાગે નાણાકીય કટોકટી ભૌગોલિક રાજકીય અસ્થિરતા સમયે સોનાને લાભ થતો હોય છે. જાન્યુઆરીમાં કોરોના વાયરસનો પ્રસાર પ્રચાર વધુ થવા લાગ્યો ત્યારથી અત્યાર સુધીમાં એસએન્ડપી ઇન્ડેક્સ જેટલા જ સોનાના ભાવ પાંચ ટકા કરતા વધુ વધ્યા છે. આની સરખામણીએ ક્રુડ ઓઇલના ભાવમાં ૨૦ ટકાનું ગાબડું પડી ગયું હતું. સોનું કોઈ પણ પ્રકારે પ્રત્યક્ષ વળતર કે વ્યાજ નથી આપતું, પણ વ્યાજદર વધવા લાગે ત્યારે સોનામાં રોકાણનો ખર્ચ વધવા લાગે છે. પણ જો વ્યાજદર નીચે જાય તો આવો ખર્ચ પણ ઘટી જાય છે.

કોરોના વાયરસ નડ્યો સોનાને

કોરોના વાયરસની ખાનાખરાબી નિશ્ચિતપણે સેન્ટ્રલ બેંક તરફથી લોકોને નાણાકીય રાહતો આપવાનું શરુ થાય છે, આ બન્નેનાં મિશ્રણ સોનાની તેજીને મજબુત બનાવે છે. તમે જુઓ કરન્સી બજારમાં અમેરિકન ડોલર ખુબ મજબુત થયો છે તે સાથે જ સોનાના ભાવ પણ વધ્યા છે. ૧૦ વર્ષના અમેરિકન બોન્ડનું યીલ્ડ પાંચ વર્ષના તળિયે ગયું છે અને હજુ વધુ ઘટવા તરફી છે. સામાન્ય રીતે સોનું અમેરિકન ડોલરથી વિપરીત દિશામાં આગળ વધતું હોય છે. પણ છેલ્લા એકાદ મહિનાથી બન્ને વચ્ચેનો આ સંબંધ તૂટી ગયો છે.

Related posts

Corona: અમદાવાદમાં 50 તો આર્થિક રાજધાની મુંબઈમાં 143 નવા કેસે દેશમાં વધારી દીધી ચિંતા

Bansari

જીવના જોખમે અમદાવાદમાં બફર ઝોનમાં કામગીરી, વિજય નહેરાએ કહ્યું હજુ મોટી સંખ્યામાં કેસો વધશે

pratik shah

એક હજારથી વધુ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી, અમે 50 કેસો શોધી 500ના મોત અટકાવ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!