જો તમે આ સમયે પતંગ નહીં આકાશમાં ચડાવો તો હજારો પક્ષીઓનો જીવ બચી જશે

ઉતરાયણની મજા અબોલ પક્ષીઓ માટે સજારૂપ બનતી હોય છે. જેથી જામનગરમાં ઉત્તરાયણ પૂર્વે કોલેજના વિદ્યાર્થીઓને સેફ ઉતરાયણ માટે અવેરનેસ અપાઇ છે. જામનગરમાં DKV કોલેજમાં કરૂણા હેલ્પ લાઇન અને લાખોટા નેચર ક્લબ દ્વારા વિદ્યાર્થીઓને પતંગ દોરીથી કેવી રીતે પક્ષીઓ ઘાયલ થાય છે. તે અંગે માહિતી અપાઇ હતી. સાથે જ જો વહેલી સવારે અને સાંજે જો પતંગ ન ઉડાવાય તો ઘણા પક્ષીઓના જીવ બચાવી શકાય છે. ઉતરાણ દરમિયાન જો પક્ષીઓને ઈજા પહોંચે તો ખાસ હેલ્પલાઇન માટે પણ વ્યવસ્થા કરાઈ છે. જે અંગે પણ માહિતગાર કરાયા હતા. છોટી કાશી ગણાતા જામનગરમાં ઉતરાયણને લઈને વિદ્યાર્થીઓમાં પક્ષી પ્રત્યેનો પ્રેમ અને લાગણી વધે તેવી રીતે સમજાવી, ઉતરાયણની સેફ રીતે ઉજવણી કરવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter