આ આઠ મેસેજ પર હાહાહીહી કરતા ક્લિક ન કરી દેતા, ઘરબાર વગરનાં થઈ જશો

વોટ્સએપ એ સ્માર્ટફોન યુઝર્સ માટે સૌથી મનપસંદ મેસેજિંગ પ્લેટફોર્મ છે. પરંતુ હવે એ કૌભાંડ માટેનું નવું સાધન બનીને રહી ગયું છે. વોટેસએપ હવે ખૂબ ઝડપથી ફેક સંદેશાઓ, ફિશિંગ હુમલા અને સ્પૈમ સંદેશાઓનો પ્રકાર બની રહ્યું છે. વૉટ્સએપ પર તાજેતરમાં લોકોને WhatsApp Goldનો ફેક મેસેજ આવી રહ્યો છે, જેનાથી યુઝર્સની પર્સનલ ડિટેલ ચોરી થઈ રહી છે. તેના સિવાય પણ યુઝર્સ ઘણા સંદેશાઓ આવે છે કે જેનાથી તેમની અંગત માહિતી અને બેંકિંગ ડિટેલ પણ જોખમમાં છે.

તો જાણો અહીં એ આઠ મેસેજ વિશે…

WhatsApp Gold:તાજેતરમાં યુઝરને ‘ગોલ્ડ’ ઇન્સ્ટોલ કરવાનો મેસેજ આવી રહ્યો છે. આ મેસેજમાં એક લિંક હાજર છે કે જે ખોલો એટલે તરત જ તમારા ફોનમાં વાયરસ આવે છે. આ એક બનાવટી મેસેજ છે જેમાં લખ્યું છે કે જો તમે તેને ડાઉનલોડ કરો અને તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરો તો તમે એકસાથે લગભગ 100 લોકોને ફોટો મોકલી શકો છો અને મોકલેલા સંદેશાઓને ક્યારેય પણ ડિલિટ કરી શકો છો. માહિતી અનુસાર, આ એક ખોટો મેસેજ છે જે ખોલવા પર યુઝર્સની ખાનગી માહિતી પણ લીક થાય છે. તો જો તમને આ પ્રકારનો મેસેજ મળે તો તેને કાઢી નાખો.

Adidas free Shoes: ફ્રી એડિડાસ શુઝ જીતવાનો પણ એક ફેક મેસેજ વાયરસ થયો છે. તેમાં યુઝર્સને એક લિંક પર ક્લિક કરીને એડિડાસની એક એવી કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે કહેવામાં આવે છે, જેમાં કંપનીએ 3,000 ફ્રી શુઝ વહેંચવાની વાત કહી છે. મેસેજમાં એવો દાવો કર્યો છે કે આ કોન્ટેસ્ટ એડિડાસ તેના 93માં જન્મદિવસ પર કરી રહ્યાં છે.

Zara Voucher message: એડિડાસની જેમ જ ફેશન બ્રાન્ડ ઝારાનો એક મફતમાં વાવચર જીતવાનો સ્પેમ મેસેજ ઝડપથી ફેલાય રહ્યો છે. મેસેજમાં યુઝર્સ પાસેથી તેમની પર્સનલ ડીટેલ અને સંપર્ક માગવામાં આવી રહ્યો છે.

Pizza Hut free large pizza: પીઝા હટના નામથી એક સ્પેમ મેસેજ વાયરલ થયો છે, જેમાં યુઝર્સને ફ્રીમાં મોટો બધો પિઝો આપવાનું દાવો કરવામાં આવે છે. જે પણ ફેક મેસેજ જ છે.

Free beer from Heineken: એડિડાસની જેમ બીયરની પોપ્યુલર બ્રાન્ડના નામથી સ્પેમ મેસેજ મોકલવામાં આવે છે, જેમાં ફ્રી બિયર મેળવવા માટે યુઝર્સથી એક ફેક લિંક પર ક્લિક કરાવવામાં આવે છે.

Martinelli video will crash your phone: આવા સંદેશામાં કહેવામાં આવે છે કે મર્ટિનલીની વિડિયો ખોલવા પર તમારો ફોન હેક થશે’. જો તમને પણ આવા મેસેજ આવે તો તેને તરત જ ડિલિટ કરી નાખો, કારણ કે આ માત્ર એક સ્પેમ મેસેજ છે.

Change WhatsApp colour message: વૉટ્સપનો રંગ બદલવાનો એક ફેક ફિશિંગ સંદેશો મોકલવામાં આવી રહ્યો છે. તે પણ ધ્યાન રાખવા જેવી બાબત છે.

Download Image: કોઈ પણ સોર્સ વગર જો કોઈ ફોટો કે જીઆઈએફ આવે તો તેને ડાઉડલોડ ન કરવો. તેનાથી તમારો ડેટા ચોરી થઈ શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter