GSTV
Gujarat Government Advertisement

મોટા સમાચાર/ ઘરે બેસીને કામ કરતાં હો તો હવે વધુ ટેક્સ ચૂકવવાની તૈયારી રાખો, આ રકમ હવે ટેક્સમાં આવશે

ટેક્સ

Last Updated on August 24, 2020 by pratik shah

કોરોનાના પગલે દુનિયાભરના દેશોમાં નોકરિયાતોને ઘેર બેસીને કામ કરવાની સુવિધા આપવામાં આવી હતી જેથી અર્થતંત્રને વધુ નુકસાન ન થાય. પરંતુ ટેક્સ નિષ્ણાતો કહે છે કે ઘરે બેસીને કામ કરતાં હો તો હવે વધુ ટેક્સ ચૂકવવાની તૈયારી રાખવી પડશે. હજુ હમણાં સુધી કન્વેયન્સ અલાવન્સ ટેક્સ ફ્રી હતું, હાઉસ રેન્ટર અલાવન્સ ટેક્સ ફ્રી હતું અને લીવ ટ્રાવેલ અલાવન્સ પણ ફ્રી હતું. કેટલીક કંપનીઓ વર્ક ફ્રોમ હોમ અલાઉન્સ પણ આપતી હતી. કોરોના કાળમાં મોટા ભાગના નોકરિયાતો ઘેર બેસીને કામ કરી રહ્યા હતા. એટલે હવે કન્વેયન્સ અલાઉન્સ ટેક્સ ફ્રી નહીં રહે એવું નિષ્ણાતો કહે છે.

ઘરેથી કામ કરતાં હો એટલે લીવ ટ્રાવેલ અલાવન્સ માટે પણ ક્લેમ નહીં કરી શકાય. કન્વેયન્સ અલાવન્સ રિઇમ્બર્સમેન્ટની રીતે ઑફર કરાતું હોય તો પૂરેપૂરું ટેક્સ ફ્રી હોય છે. જો કે એને માટે પ્રવાસ કર્યાના ખર્ચના બિલ રજૂ કરવાના હોય છે.ટેક્સ નિષ્ણાતો કહે છે કે ઘેર બેસીને કામ કરતાં હો તો હવે લીવ ટ્રાવેલ અલાઉન્સના ક્લેમ નહીં કરી શકાય. ક્લેમ કરો અને એ ક્લેમ પાસ થાય તો એ નિમિત્તે થનારી આવક ટેક્સેબલ ઇન્કમ ગણાશે. ત્યારપછી આવે હાઉસ રેન્ટની વાત.

હાઉસ રેન્ટ ટેક્સેબલ ઇન્કમ ગણાશે

ગુજરાત

તમે શહેરમાં ભાડેથી ઘર લઇને રહેતા હો અને કોરોના કાળમાં તમે સ્વજનો પાસે ગામડે ચાલ્યા ગયા અથવા ભાડાનું ઘર છોડીને અન્યત્ર ગયા તો હાઉસ રેન્ટ પણ ટેક્સેબલ ઇન્કમ ગણાશે એવું આ નિષ્ણાતો કહે છે. એક ટેક્સ એક્સપર્ટે કહ્યું કે ધારો કે કોઇ ભાડૂતે ભાડાનું ઘર ખાલી કરી દીધું અને હવે ભાડું ભરતા નથી તો એમને કંપની તરફથી મળનારું હાઉસ રેન્ટ અલાઉન્સ આપોઆપ ટેક્સેબલ ઇન્કમ ગણાઇ જશે.

Work From Home

જે કંપનીઓ વર્ક ફ્રોમ હોમ અલાઉન્સ આપે છે અને એ નાણાં કર્મચારી ક્યાં કેવી રીતે ખર્ચે છે એનો હિસાબ માગતી નથી તો એ આવક પર પણ કર્મચારીએ ટેક્સ ચૂકવવો પડી શકે છે. આ બધી ઝંઝટથી મુક્ત થવા માટે કેટલીક મોટી કંપનીઓ એવા વિકલ્પો શોધી રહી હતી કે કર્મચારીને વધુ ટેક્સ લાયેબિલિટી ન આવે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Health Tips / સાઇનસના દુ:ખાવાથી આજે જ રાહત મેળવવા અપનાવો આ ઘરેલુ નુસખા, થશે મોટી રાહત

Dhruv Brahmbhatt

WHOની ચિંતા વધી / 29 દેશોમાં જોવા મળ્યા કોરોનાનો નવો વેરિયન્ટ, આક્રમક સંક્રમણ સાથે એન્ટિબોડી પણ નહીં આવે કામ

Harshad Patel

વાહ ! વરિયાળીના પાણીના છે અનેક ફાયદાઓ, આવી રીતે ઘર પર બનાવો, કેટલીય બિમારીઓને કરી દેશે દૂર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!