GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

આ કારણે બ્લાસ્ટ થઇ શકે છે તમારો મોબાઇલ ફોન, આ ભૂલો ક્યાંક તમે પણ નથી કરતાં ને?

માર્કેટમાં હાલ નકલી મોબાઇલ ચાર્જરની ભરમાર છે. નકલી મોબાઇલ ચાર્જર સ્માર્ટફોનની બેટરીમાં બ્લાસ્ટ થવા કે મોબાઇલમાં અચાનક આગ લાગવાના પ્રમુખ કારણોમાંથી એક છે. અનેક કિસ્સાઓમાં નકલી મોબાઇલ ચાર્જરના કારણે મોબાઇલમાં બ્લાસ્ટ થયો અને લોકોએ જીવ પણ ગુમાવ્યા.

જો તમે ઓરીજીનલ ચાર્જરનો ઉપયોગ ન કરતાં હોય તો તેની અસર તમારા મોબાઇલની બેટરી પર્ફોરન્સ અને તેની ઓવરઑલ લાઇફ પર પણ પડે છે. તેવામાં અમારી સલાહ છે કે તમે પણ મોબાઇલ ચાર્જ કરવા માટે નકલી ચાર્જરનો ઉપયોગ ન કરો. અમે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યાં છીએ જેની મદદથી તમે જાણી શકો છો કે ચાર્જર અસલી છે કે નહી.

Samsungનું મોબાઇલ ચાર્જર

સેમસંગના અસલી અને નકલી ચાર્જર વચ્ચેનો ફરક જાણવો મુશ્કેલ છે. તમે ચાર્જર પર પ્રિન્ટ કરેલી ટેક્સ્ટના આધારે સેમસંગના અસલી ચાર્જરની ઓળખ કરી શકો છો. જો ચાર્જરમાં બીજી વિગતો સાથે A+ અને મેડ ઇન ચાઇના લખ્યું હોય તો ચાર્જર નકલી હોઇ શકે છે.

iPhoneનું મોબાઇલ ચાર્જર

એપ્પલના iPhoneના નકલી ચાર્જર મોટી સંખ્યામાં માર્કેટમાં ઉપલબ્ધ છે. અસલી અને નકલી ચાર્જર વચ્ચે ઓળખ કરવા મુશ્કેલ હોય છે. iPhoneના અસલી ચાર્જરમાં ડિઝાઇન્ડ બાય એપ્પલ ઇન કેલિફોર્નિયા (Designed By Apple In California) લખ્યું હોય છે. આ ઉપરાંત iPhoneના નકલી ચાર્જરમાં એપ્પલના લોગોનો કલર સામાન્ય રીતે વધુ ડાર્ક હોય છે.

Xiaomiનું ચાર્જર

શાઓમીનું નકલી ચાર્જર ઓળખવા માટે તેના કેબલની લંબાઇ માપી જુઓ. જો તેની લંબાઇ 120 સેન્ટીમીટરથી ઓછી હોય અને એડોપ્ટરની સાઇઝ સામાન્ય કરતાં વધુ હોય તો તે નકલી ચાર્જર છે.

onePlusનું ચાર્જર

વન પ્લસના નકલી ડેશ ચાર્જરને ઓળખવું સરળ છે. જો તમે ઓરિજિનલ ડેશ ચાર્જરને મોબાઇલમાં લગાવશો તો રેગ્યુલર બેટરી ચાર્જિંગ સિમ્બોલના બદલે તેમાં ફ્લેશનું સિમ્બોલ જોવા મળશે. નકલી ડેશ ચાર્જરમાં આવું નથી હોતું.

Googleના પિક્સલ ફોનનું ચાર્જર

Google પોતાના પકિસલ સ્માર્ટફોન સાથે ફાસ્ટ ચાર્જર આપે છે. જો ફોનની બેટરી ચાર્જ કરવામાં વધુ સમય લાગે તો તમારુ ચાર્જર નકલી હોઇ શકે છે.

Read Also

Related posts

8 નહીં પરંતુ આ તારીખથી તિરૂપતિ બાલાજી મંદિરમાં ભક્તોને મળશે એન્ટ્રી, એક દિવસમાં માત્ર 6 હજાર લોકો જ કરી શકશે દર્શન

Nilesh Jethva

દેશમાં કોરોનાની સંખ્યામાં રોકેટ ગતિએ વધારો, એક સપ્તાહમાં 61 હજાર કેસ વધ્યા

Nilesh Jethva

પીઓકે અને અક્સાઇ ચીન ભારતનો ભાગ, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તે ભારતના કબ્જામાં હશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!